હવે હેર ડ્રાયર કહી આપશે કે તમને ભવિષ્યમાં હૃદયરોગ થશે કે નહીં

તાજેતરમાં ફ્રાન્સમાં એક ખાસ ડિવાઇસ બનાવીને લગભગ સો જેટલા લોકો પર એનો અખતરો પણ કરી લેવામાં આવ્યો છે. એક વિશેષ પ્રકારનું હેર ડ્રાયર છે, જે તમારી ત્વચામાં લેસર કિરણો નાખીને જાણી આપશે કે તમને આવનારા સમયમાં હૃદયરોગ થવાની સંભાવના છે કે નહીં.

આ મશીનમાં એક કમ્પ્યૂટર ‌િચપ છે, જે તમારી સ્કિનની અંદર રહેલી રક્તનલિકાઓ પર પડતી લેસર લાઇટની સ્પીડ અને ડાયરેક્શન પરથી હૃદયની ધમનીઓની સ્ટિફનેસની એનાલિસિસ કરશે. મોટા ભાગે હાર્ટની રક્તનલિકાઓ લચીલી છે, જેથી બ્લડ ફ્લો સ્મૂથલી થઇ શકે.

જ્યારે આ નલિકાઓ સ્ટિફ હોય તો એ બ્લડ ફ્લો અનુસાર સ્ટ્રેચ થઇ શકતી નથી, જે આ ધમનીઓમાં બ્લોકેજની સંભાવના વધારી દે છે.

You might also like