સેક્સ ચેન્જ કરીને પુરુષમાંથી સ્ત્રી બન્યા બાદ હવે ફિલ્મની અભિનેત્રી

મુંબઈઃ મોડલમાંથી અભિનેત્રી બનેલી અંજલિ અમીરે ઇતિહાસ રચી દીધો છે. તે પહેલી એવી ટ્રાન્સ સેક્સ્યુઅલ મહિલા છે જે ભારતીય સિનેમામાં લીડ રોલમાં જોવા મળશે. અંજલિઅે 20 વર્ષની ઉંમરે સેક્સ ચેન્જ કરાવ્યું હતું. કેમ કે તે પહેલેથી જ છોકરી બનવા માગતી હતી. મુસ્લિમ પરિવારમાં જન્મેલી અંજલિ મલયાલમ અભિનેતા મમુટી સાથે કામ કરશે. અા ફિલ્મ તામિલ અને મલયાલમ અેમ બે ભાષામાં રિલીઝ થશે. લેસ્બિયન ગ્રે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સ્જેન્ડર કોમ્યુનિટીની કોઈ વ્યક્તિઅે અત્યાર સુધીમાં ફિલ્મમાં લીડ રોલ કર્યો નથી.

અંજલિ કહે છે હું નાની હતી ત્યારે મારી માતા મૃત્યુ પામી, થોડાં વર્ષો પહેલાં મારા પિતા પણ મૃત્યુ પામ્યા. મેં ઘણી સમસ્યાઅોનો સામનો કર્યો. મેં દસમું ધોરણ પાસ કર્યું ત્યાર બાદ મારાંમાં પરિવર્તનો અાવવાં લાગ્યાં. મારા પરિવારને મારું અા વર્તન જરાય પસંદ ન હતું. તેથી હું ઘર છોડીને ભાગી ગઈ. હું વર્ષો સુધી કોઇમ્બતુર અને બેંગલુરુમાં ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી સાથે રહી. અા દરમિયાન મેં ઘણી પર્સનલ તકલીફો પણ વેઠી. ત્યાર બાદ મારા પરિવારે મારો સ્વીકાર કરી લીધો તેમણે મને ઘરે પણ બોલાવી. અાજે મારો પરિવાર મને ખૂબ જ સપોર્ટ કરે છે. એક્ટિંગ અે મારું પેશન છે. હું નાની હતી ત્યારે યૂથ ફેસ્ટિવલમાં ભાગ લેતી હતી. મને પહેલેથી જ લાગતું હતું કે હું એક્ટિંગ સારી રીતે કરી શકું છું. હું સાઉથની ફિલ્મમાં મમુટી સાથે કામ મેળવીને ખૂબ ખુશ છં.

http://sambhaavnews.com/

You might also like