હવે સાડી પર પણ આવી ગઈ સર્જિકલ સ્ટ્રાઈકની ડિઝાઈન

(અમદાવાદ બ્યૂરો)
સુરત: નરેન્દ્ર મોદી અને પ્રિયંકા ગાંધીને દર્શાવતી સાડીઓ સુરતના ટેક્સટાઇલના મેન્યુફેક્ચર્સે બનાવ્યા પછી હવે સર્જિકલ સ્ટ્રાઇક પણ સુરતની સાડીની ડિઝાઇનમાં આવી ગઇ છે. ગયા અઠવાડિયે લોન્ચ કરવામાં આવેલી આ સાડીના ઓર્ડર મળવાના પણ શરૂ થઇ ગયા છે.

સુરતમાં આ ડિઝાઇન તૈયાર કરનારા શુભ સાડીના માલિક અરવિંદ પટેલે જણાવ્યું કે મોદી અને પ્રિયંકા ગાંધીની સાડીના ઓર્ડર માત્ર નામ પૂરતા હતા, પરંતુ સર્જિકલ સ્ટ્રાઇક સાડીના ઓર્ડર તે પેટર્ન લોન્ચ થઇ ત્યારથી જ આવવાના શરૂ થઇ ગયા છે.

પંજાબ, હરિયાણાથી બહુ મોટી માત્રામાં ઓર્ડર મળે છે. સાત દિવસમાં છ હજારથી વધુ સાડીના ઓર્ડર આવ્યા છે, જે હજુ ચાલુ જ છે. સર્જિકલ સ્ટ્રાઇક સાડીની પેટર્ન એક જ છે, પરંતુ તેમાં મટીરિયલ અલગ અલગ છે. કુલ ચાર પ્રકારના મટીરિયલમાં મળતી આ સાડીની હોલસેલ પ્રાઇસ ૧૨૦થી ૨૫૦ રૂપિયા સુધીની છે.

You might also like