ફરિયાદ દૂર કરવામાં વિલંબ થશે તો હવે બેન્કોએ ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે

(એજન્સી)મુંબઇ: હવે બેન્ક કસ્ટમર્સની ફરિયાદો દૂર કરવામાં વિલંબ કરશે તો તેમને કસ્ટમર્સને વળતર ચૂકવવું પડશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કસ્ટમર્સના હિતમાં આવો એક મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આરબીઆઇ હવે ટૂંક સમયમાં ગ્રાહકોના હિતની સુરક્ષા માટે નવા નિયમો ઈશ્યૂ કરશે કે જેથી ઇલેક્ટ્રોનિક પેમેન્ટ દ્વારા લોકોનો વિશ્વાસ વધી શકે. આ માટે તમામ ઓથોરાઇઝ્ડ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ સાથે સંકળાયેલી ફરિયાદોનો જવાબ આપવા માટે એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવશે. તેની સાથે ફેઇલ્ડ ટ્રાન્ઝેક્શન માટે વળતરના નિયમો પણ તૈયાર કરવામાં આવશે.

આરબીઆઇએ ફરિયાદો માટે જૂનના અંત સુધી ટર્ન એરાઉન્ડ ટાઇમ (ટેટ) ફ્રેમવર્ક લાગુ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આરબીઆઇએ જણાવ્યું છે કે ઓથોરાઇઝ્ડ પેમેન્ટ સિસ્ટમને એક કસ્ટમર ગ્રીવેન્સીસ રિડ્રેસલ મિકેનિઝમ સાથે જોડવામાં આવશે. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે પોતાની મોનેટરી પોલિસી સ્પીચમાં જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમમાં તાત્કાલિક અને અસરકારક કસ્ટમર્સ સર્વિસ માટે ગ્રાહકોની ફરિયાદનો તાત્કાલિક નિવેડો લાવવો જરૂરી છે. આ માટે ગ્રાહકોને યોગ્ય વળતર આપવાનું પણ નક્કી કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે આરબીઆઇ કેટલીય પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર સાથે સંકળાયેલી ગ્રાહકોની ફેઇલ્ડ ટ્રાન્ઝેક્શનની ફરિયાદ દૂર કરવા અને વળતર ચૂકવવા માટે ગાઇડલાઇન્સ જારી કરી ચૂકી છે, પરંતુ ઇન્ડસ્ટ્રી માટે આવી કોઇ કોમન સિસ્ટમ નથી. એફિશિયન્ટ પેમેન્ટ સિસ્ટમથી ગુડ્સ અને સર્વિસીસ ખરીદવાનો ખર્ચ ઘટે છે. આથી ભારતીય પેમેન્ટ સિસ્ટમને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવાની જરૂરી છે. તેનાથી પેમેન્ટ સિસ્ટમનું ડિજિટાઇઝેશન પણ વધશે.

You might also like