હવે સ્ટ્રીટલાઇટના પોલ જાતે જણાવશે તેમાં શું સમસ્યા છે

નવી દિલ્હી: લુટિયન્સ જોનની સ્ટ્રીટલાઇટ હવે જાતે જણાવશે કે તેમાં શું પ્રોબ્લેમ છે. એનર્જી સેવિંગ માટે તે જાતે જ ઓન – ઓફ થઇ જશે. એનડીએમસી પોતાના વિસ્તારની તમામ લાઇટસમાં એક એવું યંત્ર લગાવવા જઇ રહ્યું છે જે આ કામ કરશે. આ યંત્રની કિંમત ૪૦,૦૦૦ રૂપિયા છે.

પહેલા તબક્કામાં ૬,૦૦૦ સ્ટ્રીટલાઇટમાં તે લગાવાશે. બીજા અને ત્રીજા ફેઝમાં બાકીની ૧ર,૦૦૦ સ્ટ્રીટલાઇટમાં પણ આવું યંત્ર લગાવવાની યોજના છે. કુલ ૭ર કરોડ રૂપિયાનો ભારે ખર્ચ આ કામ માટે થશે. એનડીએમસીનો દાવો છે કે તમામ સ્ટ્રીટલાઇટમાં યંત્ર લગાવ્યા બાદ દર વર્ષે લગભગ રૂ.ત્રણ કરોડની વીજળીની બચત થશે.

એનડીએમસીના એક સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર લુટિયન્સ જોનના રસ્તાઓ પર લગભગ ૧૮,૦૦૦ સ્ટ્રીટલાઇટ છે. આ લાઇટો ચાલે ત્યારે દર મહિને લગભગ ૪.પ મેગા વોટ વીજળી ખર્ચાય છે. આ ઉપરાંત તેના મેન્ટેન્સ પર અલગથી પૈસા ખર્ચાય છે. એક વાર જો કોઇ સ્ટ્રીટલાઇટમાં ખરાબી આવે તો ઘણા દિવસો બાદ તેની સૂચના મળે છે. ત્યાં સુધી તે પોઇન્ટ પર અંધારું જ રહે છે. ઘણી વાર અંધારાના કારણે રોડ પર અકસ્માત પણ થઇ શકે છે.

આ સ્ટ્રીટલાઇટના ફોલ્ટને પકડવા અને તરફ ઠીક કરવા પોલ પર કોમ્યુુનિકેશન નોડ નામનું યંત્ર લગાવવામાં આવી રહ્યું છે. કોઇ સ્ટ્રીટલાઇટમાં ફોલ્ટ આવશે તો ત્યારે તેની જાણકારી તાત્કાલિક એન્જિનિયરને માહિતી મળી જશે. આ યંત્ર ફોલ્ટ અંગે કંટ્રોલ રૂમને સૂચના આપવાથી સાથે સાથે તેમાં શું પ્રોબ્લેમ છે પે પણ જણાવશે.

અધિકારીઓનું કહેવું છે કે સ્ટ્રીટલાઇટમાં લાગેલા કોમ્યુુનિકેશન નોડથી વીજળીની પણ બચત થશે. હાલમાં મેન્યુઅલી સ્ટ્રીટલાઇટને ઓન-ઓફ કરવામાં આવે છે તેનાથી વીજળીનો વ્યય થાય છે. કોમ્યુનિકેશન યંત્ર લગાવ્યા બાદ અંધારું થશે ત્યારે સ્ટ્રીટલાઇટ જાતે જ ચાલુ થઇ જશે અને સવાર પડતાં જાતે જ બંધ થઇ જશે.

You might also like