હવે Skype ના નવા ફચર્સથી ટ્રાન્સફર કરી શકશો રૂપિયા..

Skypeનો ઉપયોગ કરો છો તો તમે હવે આ એપ્લિકેશન મદદથી તમારા કોન્ટેક્ટ્સને રૂપિયા ટ્રાન્સફરી કરી શકો છો. Skypeએ PayPalની સાથે પાર્ટનરશિપ કરીને એપ્લિકેશનમાં નવું સેન્ડ મની ફિચર લોન્ચ કર્યુ છે. હાલમાં આ ફિચર્સ યુકે, યૂએસએ, કેનેડા અને યૂરોપીયન બજારો સાથે મળીને 22 દેશોમાં લોન્ચ કરી દીધુ છે.

યૂઝર્સને પ્રથમ વખત રૂપિયા મોકલવા માટે પોતાનો લોકેશન કન્ફર્મ કરવાની રહેશે. જો આ ફિચર્સ રિસિવરના લોકેશન પર એક્ટિવ થઇ ચૂક્યુ હશે, તો જ તે રૂપિયા મોકલવા માટે PayPal એકાઉન્ટને Skype સાથે લિંક કરી શકશે.

Skype Chat માં ‘ફાઇન્ડ’ પર ટેપ કરી અથવા તો જમણી બાજુ સ્વાઇપ કરીને સેન્ડ મનીનો ઑપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. જેને રૂપિયા મોકલવાના છે તે મિત્રના દેશને સિલેક્ટ કરીને કેટલી રકમ મોકલવાની છે, તે નક્કી કરવાનું રહેશે. કંપનીએ વધુમાં જણાવ્યુ કે, આ માટે સેન્ડરની પાસે એપ્લિકેશનનું લેટેસ્ટ વર્ઝન હોવું જરૂરી છે. અને મોકલનાર પાસે કોઇપણ વર્ઝન હોય, તેને રૂપિયા મળી જશે.

હાલમાં માઇક્રોસૉફ્ટે ‘નેકસ્ટ જનરેજન’ Skype એપ્સ એન્ડ્રોઇડ ડિવાઇસ માટે લોન્ચ કર્યુ હતુ. માઇક્રોસૉફ્ટનો દાવો છે કે આ નવી એપ્સ શરૂથી નવું બનાવવામાં આવ્યો છે. VoIP મેસેન્જરની મદદથી યૂઝર્સ ગ્રુપ્સમાં વધારે સારી રીતે ચેટ કરી શકશે.

હવે Skypeને કલરથી પર્સનલાઇઝ કરી શકાશે અને યૂઝર ફેસબુક મેસેન્જરની જેમ તમામ પ્રકારના મેસેજ પર રિએક્શન આપી શકે છે. આ સિવાય વીડિયો કોલને પણ રિએક્ટ કરવાનો ઑપ્શન આપવામાં આવ્યો છે. ‘હાઇલાઇટ્સ’ ટેબમાં યૂઝર પોતાના દિવસની હાઇલાઇટ રીલ બનાવીને પોતાના કોન્ટેક્ટ્સની સાથે શેર કરી શકે છે. હાઇલાઇટ પોસ્ટ કરવા માટે યૂઝર્સને જમણી બાજુ સ્વાઇવ કરી કેમેરા ઓપન કરવો પડશે અને ફોટો અથવા તો વીડિયોને લઇને પોસ્ટ કરવાનું રહેશે.

You might also like