બિહાર બાદ JDUમાં અંધાધૂંધી : નીતીશ સામે પક્ષે બાંયો ચડાવી

પટના : જનતા દળ યુનાઇટેડની કેરળ એકમે ગુરૂવારે બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધનનો વિરોધ કર્યો. કેરળ એકમે નીતીશ કુમાર સાથે પોતાનો સંબંધ તોડવાની વાત કરી હતી. જદયૂની કેરળ એકમનાં પ્રમુખ અને રાજ્યસભા સભ્ય વીરેન્દ્ર કુમારે શરદ યાદવનો નિર્ણય નહી સ્વિકારવા માટેની અપીલ કરી હતી.

વીરેન્દ્રસિંહે ગુરૂવારે સાંજે જેડીયુનાં વરિષ્ઠ નેતા અને પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શરદયાદવનાં ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે શરદ યાદવની સામે પોતાનો પક્ષ મુક્યો હતો. તેમણે કહ્યું કે, અમે જદયુનું રાજગ સાથે ગઠબંધન સ્વિકાર્ય નથી અને નીતીશ કુમાર સાથે અમારા સંબંધ સમાપ્ત થઇ ચુક્યા છે. આ ખુબ જ ચોંકાવનારી વાત છે કે નીતીશ કુમાર રાજગમાં સંમેલીત થયા. અમે તમામે વિચાર્યું હતું કે તેઓ ફાસીવાદી પ્રવૃતીઓની વિરુદ્ધ જંગ લડશે પરંતુ તેઓ પોતે જ આનો એક હિસ્સો બની ગયા.

વીરેન્દ્ર કુમારે કહ્યું કે તેઓ આશા રાખે છે કે જદયુનાં વરિષ્ઠ નેતા શરદ યાદવ અને બિહારમાં પાર્ટીનાં ધારાસભ્ય નીતીશ કુમારનાં નિર્ણયનો સ્વિકાર નહી કરે. કુમારે કહ્યું કે હું કેરળ પરત ફરીશ અને કાઉન્સિલ મીટિંગ બાદ ભવિષ્ય માટે કોઇ નિર્ણય કરીશ. જો મને રાજ્યસભામાંથી રાજીનામું આપવું પડે તો પણ હું તૈયાર છું.

You might also like