ગુજરાતમાં કાંઇક આ રીતે થાય છે દારૂની હેરાફેરી

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા દારૂબંદી હોવા છતાં અહીં દારૂના સપલાય માટે વિવિધ તરકીબો અપનાવવામાં આવી રહી છે. દારૂના તસ્કરો પહેલા દારૂની હેરાફેરી માટે નાની કારનો ઉપયોગ કરતા હતા અને રાજસ્થાનથી દારૂ લાવતા હતા. હવે તેઓ સ્કૂર પર આ કામને અંજામ આપી રહ્યાં છે. હાલમાં જ પોલીસે આવા જ કેટલાક તસ્કરોને પકડી પાડ્યા છે. પોલીસે સ્કૂટ દ્વારા કરાતી તસ્કરીથી 239 દારૂની બોટલો ઝડપી પાડી છે. જેની અંદાજીત કિંમત 54 હજાર રૂપિયા છે. પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ તસ્કરોની ઓળખ થઇ ચૂકી છે. રાજસ્થાનના બિચ્છૂવાડામાં રહેતા વાલા રતનસિંહ સરદાર નગરની એક હોટલમાં સોનુ નામના વ્યક્તિવને દારૂ આપવા જઇ રહ્યો હતો.

અંદાજે 16-17 વર્ષથી તસ્કરો આ રીતે દારૂની હેરાફેરી કરી રહ્યાં છે. પહેલાં તેઓ ટ્રકમાં દારૂની હેરાફેરી કરતા હતા. પરંતુ કાયદો સખ્ત બનતા તેઓ કારનો ઉપયોગ કરવા લાગ્યા. પોલીસના ચેકપોસ્ટ પરથી બચવા માટે ગુજરાતની સીમા પર જ ટ્રકમાંથી દારૂની બોટલો ઉતારીને કારમાં નાંખી દેવામાં આવતી હતી. પોલીસને જ્યારે તેની પર પણ શંકા થવા લાગી તો તસ્કરોએ દારૂની હેરાફેરી માટે બે પૈડા વાળા વાહનનો ઉપયોગ શરૂ કરવાનો શરૂ કર્યો.

http://sambhaavnews.com/

You might also like