હવે સંસ્કૃતના વિદ્યાર્થીઓ પણ BSc અને Bcom કરી શકશે

સંસ્કૃત માધ્યમિક વિદ્યાલયોમાં ભણતા વિદ્યાર્થીઓ પણ હવે બીએસસી અને બીકૉમ કરી શકશે. અત્યાર સુધી તેઓ 12મા પછી માત્ર બીએ કરી શકતા હતા. ઉત્તરપ્રદેશ માધ્યમિક સંસ્કૃત શિક્ષા પરિષદ પોતાના અભ્યાસક્રમને માધ્યમિક શિક્ષા પરિષદના અભ્યાસક્રમની જેમ બનાવશે.

12મા ધોરણમાં વિદ્યાર્થીઓ સંસ્કૃતના અનિવાર્ય વિષયો સાથે વિજ્ઞાન, કૉમર્સ અને કોમ્પ્યૂટરમાં પણ અભ્યાસ કરશે. આગામી સત્ર માટે આ અભ્યાસક્રમ લાગુ કરવામા આવશે. સંસ્કૃત માધ્યમિક વિદ્યાલયોમાં ધોરણ 6,7,8,9, 10 અને 11માં વૈકલ્પિક વિષયો સાથે અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ગણિત ભણાવવામાં આવતા હતા. જો કે આ જ કારણોસર 12મા ધોરણ પછી વિદ્યાર્થીઓને બીએસસી અને બીકૉમમાં પ્રવેશ મળતો ન હતો. જેના માટે સંસ્કૃત શિક્ષા પરિષદે આ પ્રકારનો નિર્ણય લીધો છે.

You might also like