મોદી સરકારનો નવો નિર્ણય, કેશમાં નહીં ચેક અથવા ઇ પેમેન્ટથી થશે સેલરી

નવી દિલ્હીઃ મોદી સરકારની કેબિનેટ મિટિંગમાં બુધવારે કૈશલેસ સિસ્ટમ પર એક મહત્વનો નિર્ણય લેવાયો છે. કેબિનેટમાં વટહુકમ પર મોહર મારવામાં આવી આવી છે. જેમાં તમામ કર્મચારીનો પગાર ચેક અથવા તો ઇ પેમેન્ટથી આપવાનો રહેશે. તેમ જણાવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ કેશની ઉપણને કારણે સરકાર સેલરી પેમેન્ટ ઓફ વેઝ એક્ટ 1936ના અમેડમેન્ટ દ્વારા આ ઓર્ડિનેલ લઇને આવી છે. જેમાં તમામ સેક્ટરમાં કર્મચારીઓને સેલરી ચેક અથવા તો ઇપેમેન્ટ દ્વારા આપવાનું જણાવ્યું છે.

ઉલ્લેખનિય છે કે મોદી સરકાર 500 અને 1000ની નોટપર પ્રતિબંધ લાદીને કેશલેસ સિસ્ટમને પ્રમોટ કરી રહી છે. લોકો વધારેને વધારે ડિજિટલ પેમેન્ટ તરફ વળે તેવા પ્રયાસો હાથ ધરાઇ રહ્યાં છે. ત્યારે મોદી સરકારનો આ નિર્ણય હવે દરેક સેક્ટરે માન્ય રાખવો પડશે. 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ લાદવાને કારણે દેશના કેશફ્લો પર તેની અસર પડી છે. નોટબંદીને આજે 41 દિવસ થઇ ગયા છે. છતાં બેંકોની બહાર લોકોની લાઇનો એટલી જ છે. ત્યારે સરકારે કર્મચારીઓના પગાર ઇપેમેન્ટ અથવા તો ચેકથી કરવા જણાવ્યું છે. હજી પણ કેશનો કકળાટ હથાવત છે અને કેશફ્લો ઓછો છે, ત્યારે સરકારનો આ નિર્ણય કેશફ્લોની ઉણપને ધ્યાનમાં લઇને લેવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

home

You might also like