રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350 રેડડિચ એડિશનમાં આવ્યુ નવુ ફીચર

ઈન્ડિયન રોડ્સની બાદશાહ રોયલ એન્ફિલ્ડે પોતાના ક્લાસિક 350 રેડડિચ એડિશનમાં એક નવુ ફિચર એડ કર્યુ છે. કંપનીએ આ બાઈકમાં રિયર ડિસ્કબ્રેક ઈન્ટ્રોડ્યુસ કરી છે. આ એડિશનની કિંમત 1.47 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમત તેના સ્ટેન્ડર્ડ વર્ઝનથી લગભગ 8,000 રૂપિયા વધારે છે.

જણાવી દઈએ કે રોયલ એનફિલ્ડનું રેડડિચ એડિશન 3 રંગ રેડ, ગ્રીન અને બ્લુ કલરમાં આવે છે. હવે આ બાઈકમાં પાછળની બાજુ 240એમએમની ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. આ બાઈકમાં 280એમએમની ફ્રન્ટ ડિસ્ક બ્રેક સ્ટેન્ડર્ડ મોડલ તરીકે આવે છે. રિયરમાં ડિસ્ક બ્રેક ઉપરાંત બાઈકમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યુ નથી.

પાવરની વાત કરીએ તો આ બાઈકમાં 346CCનું સિંગલ સિલેન્ડર એયર કુલ્ડ એન્જિન આપવામાં આવ્યુ છે અને તેને 5 સ્પીડ ગેરબોક્સની સાથે પેપર કરવામાં આવ્યુ છે. આ એન્જિન 20 પીએસની પાવર અને 28 ન્યૂટન-મીટરનો ટોર્ક જનરેટ કરે છે. જણાવી દઈએ કે રોયલ એન્ફિલ્ડ ટુંક સમયમાં ભારતમાં ઈન્ટરસેપ્ટર 650 અને કોન્ટિનેન્ટલ જીટી 650ને લોન્ચ કરવા જઈ રહ્યુ છે.

You might also like