હવે રેલવે સફરમાં પણ સંગીત અને ફિલ્મનું મનોરંજન માણી શકાશે

નવી દિલ્હી: જો તમે ટીવી સિ‌િરયલ કે ફિલ્મના દીવાના છો તો રેલવે યાત્રા દરમિયાન તમારા મોબાઈલ, ટેબ્લેટ કે લેપટોપ પર તેની મજા લઈ શકો છો. રેલ મંત્રાલય યાત્રીઅોને ટ્રેનમાં સફર દરમિયાન કે રેલવે સ્ટેશન પર મનોરંજનની સામગ્રી પૂરી પાડવાનું સ્વપ્ન પૂરું કરવાની નજીક પહોંચી ચૂક્યું છે. મંત્રાલયની માગ પર કન્ટેઇન્ટ (સીઅોડી) અને રેલ રેડિયો સેવા અાપવા માટે કંપનીઅોને અામંત્રણ અાપ્યું છે. અેપ્રિલથી યાત્રીઅો માટે અા સેવા શરૂ કરવામાં અાવશે. સીઅોડીની પહેલમાં ટીવી સિરિયલ, ફિલ્મો, નાના વીડિયો, બાળકોના શો, અાધ્યાત્મિક શો, ફિલ્મી ગીતો, ક્ષેત્રિય ગીતો, અાધ્યા‌િત્મક સંગીત, ઇલેક્ટ્રોનિક્સ ન્યૂઝ પેપર, ગેમ્સ અને શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવાશે.

બોસ્ટન કન્સ‌િલ્ટંગ ગ્રૂપના એક તાજેતરના રિપોર્ટ મુજબ ટ્રેન અને રેલવે સ્ટેશન પર સીઅોડી દ્વારા રેલવેનું કુલ ઇન્ફોટેન્મેન્ટ બજાર અાગામી ત્રણ વર્ષમાં ૨૨૭૭ કરોડ સુધી પહોંચી શકે છે, તેમાં રેડિયો, અોડિયો, ડિજિટલ મ્યુઝિક અને ડિજિટલ ગેમિંગ સામેલ હશે. રિપોર્ટ કહે છે કે તેમાં કન્ટેઇન્ટનો માલિકી હક રાખનારી કંપનીઅો ઇરોઝ એન્ટરટેઇન્મેન્ટ, બાલાજી પ્રોડક્શન અને શેમારુ એન્ટરટેઇન્મેન્ટ તથા કન્ટેઇન્ટ અેગ્રીગેટર રેડિયો ‌િમર્ચી, ફીવર અેફએમ, હંગામા અને બિન્દાસ્ત જેવી પાર્ટીઅો પણ તેમાં રસ દાખવી શકે છે. સાથે-સાથે મુખ્ય ટેલિકોમ કંપનીઅો વોડાફોન, અાઈ‌િડયા, એરટેલ તેમજ ઇન્ટરનેટ સેવા અાપતી કંપનીઅો પણ અા પ્રોજેક્ટમાં અાગળ વધે તેવી શક્યતા છે.  અા ઘટનાક્રમ સાથે જોડાયેલા અેક અધિકારીઅે જણાવ્યું કે અા ઉદ્યોગમાં તમામ મોટી કંપનીઅો રસ દાખવે તેવી શક્યતા છે. અા માટે ૧૦ વર્ષનો કોન્ટ્રાક્ટ કરવો પડશે.

http://sambhaavnews.com/

You might also like