હવે ખાકી છોડી ડિઝાઇનર સ્માર્ટ યુનિર્ફોમ પહેરશે પોલીસ

સમગ્ર દેશમાં અત્યાર સુધી પોલીસ દ્વારા બ્રિટીશના સમય ગાળાનો યુનિફોર્મ પહેરવામાં આવ્યો છે. ત્યારે ટુંક સમયમાં તેની ગણવેશ બદલાવામાં આવશે. હવે તમામ ઋતુમાં પોલીસને આરામદાયક અને ડિઝાઇનર યુનિર્ફોમ આપવામાં આવશે. અમદાવાદ ખાતે આવેલા નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન(NID) દ્વારા તમામ રાજ્યો, કેન્દ્ર સ્થાનિક પ્રદેશો પોલીસ અને સેનિક દળો માટે પોલીસ યુનિર્ફોમ ડિઝાઇન કરવાની કામગીરી સોંપવામાં આવી છે.

બ્યુરો ઓફ રિસર્ચ અને ડેવલપમેન્ટ સાથે મળીને પોલીસ યુનિર્ફોમના 9 ગણવેશની તૈયારી કરવામાં આવી છે. તેમાં શર્ટ, ટ્રાઉઝર, બેલ્ટ, કેપ, શૂઝ અને જેકેટ્સ શામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રેઇનકોટ અને હેડગેરની ડિઝાઇન પણ તૈયાર કરવામાં આવી છે. તે તમામ રાજ્યોની પોલીસ સાથે શેર કરવામાં આવી છે જેથી તેઓ તેમની પસંદગી કરી શકે. 9 રાજ્યોથી મળેલા ફિડબેક લેવામાં આવ્યો છે. જેમાં હાલમાં યુનિર્ફોમમાં ઘણી સમસ્યા જોવા મળી છે. જ્યારે હાલમાં સમગ્ર દેશની પોલીસના યુનિર્ફોમમાં કોઇ સમાનતા જોવા મળતી નથી.ઘણા રાજ્યોમાં પોલીસનો યુનિર્ફોમ ઘણો મોટો હોય છે, જેના કારણે ગરમી લાગતી હોય છે. આ ઉપરાંત, યુનિર્ફોમમાં સામાન મુકવાની પણ પુરતી જગ્યા હોતી નથી.

પોલીસની કેપ ઉનની હોવાવની કારણે, ઉનાળામાં વધુ ગરમ પડતી હતી. બીજી તરફ, હેલ્મેટ એટલા ભારે છે કે તે કટોકટીની પરિસ્થિતિઓ હેઠળ પહેરવું મુશ્કેલ બને છે. પટ્ટો એટલો જાડો છે કે તેને વાળવું મુશ્કેલ બને છે. સમગ્ર વિશ્વમાં અન્ય દેશોની જેમ, બેલ્ટમાં સેલ ફોનન રાખવાની જગ્યા અને સ્માર્ટ કી રાખવી જરૂરી છે

You might also like