હવે પેટ્રોલ ડીઝલની થશે હોમ ડિલિવરી

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પુણેમાં ગ્રાહકોને ડીઝલની હોમ-ડિલિવરી આપે છે. જોકે મુંબઇગરાઓને હવે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. દ્વારા આ સુવિધા મળશે. સરકારની ઇચ્છા તો લોકોને ઘેર ઘેર ડીઝલ-પેટ્રોલ પહોંચાડવાની છે. પરંતુ સેફટીનાં પરિમાણોને ધ્યાનમાં રાખતા હાલમાં પેટ્રોલની હોમ-ડિલિવરીને મંજૂરી મળી નથી.

ડીઝલની હોમ-ડિલિવરી એક મીડિયમ સાઇઝના ફ્યુઅલ ટેન્કરની મદદથી થશે. અલબત્ત, આ હોમ-ડિલિવરી જે જથ્થાબંધ માત્રામાં ડીઝલ વાપરે છે એવા ગ્રાહકો માટે જ છે. મોલ, ફેકટરી અને અન્ય કમર્શિયલ જગ્યાઓ પર જ્યાં ડીઝલ જનરેટર કે અન્ય ડીઝલ ઓપરેટેડ મશીન ચાલે છે ત્યાં હોમ-ડિલિવરી થશે.

You might also like