હવે લોકો મને જજ કરી શકે છેઃ ઈશાન

ફિલ્મ ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’થી પોતાની અભિનયક્ષમતા સાબિત કરી ચૂકેલા શાહિદ કપૂરના નાના ભાઈ ઈશાન ખટ્ટરે ‘ધડક’ દ્વારા પણ પોતાની ટેલેન્ટને સાબિત કરી દીધી છે. તેમ છતાં તે કોઈ પણ ઉતાવળમાં નથી. તે ‌િસ્ક્રપ્ટ તો વાંચી રહ્યો છે, પરંતુ તાત્કાલિક નિર્ણય લેતો નથી.

શાહિદ કપૂરનાે ભાઈ હોવાનો કેટલો ફાયદો મળ્યો તે અંગે વાત કરતાં ઈશાન કહે છે કે મને ઈન્ડસ્ટ્રીઝમાં શાહિદનાે ભાઈ હોવાનો વધુ ફાયદો મળ્યો છે એ વાતનો હું ઈનકાર ન કરી શકું. લોકો મને ફિલ્મમાં આવતાં પહેલાં તેના ભાઈ તરીકે જાણતા હતા. અમારો સંબંધ ખૂબ જ અતૂટ છે.

શાહિદ મારા કરતાં ૧૫ વર્ષ મોટા છે. જે સમયે તેમની પહેલી ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક’ શૂટ કરી હતી ત્યારે હું માત્ર સાત-આઠ વર્ષનો હતો ત્યારથી લઈને આજ સુધી મને તેમની સાથે સમય વિતાવવાનો મોકો મળ્યો. અમે બંને ડાન્સ અને અભિનયને લઇ ઝનૂની છીએ. તેમણે મને મારી જિંદગી અંગે ઘણું બધું શીખવ્યું છે.

ઈશાનના ભાગમાં ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ અને ”ધડક’ જેવી સ્ક્રિપ્ટ આવી. સ્ક્રિપ્ટની પસંદગી વખતે તેમનો શું માપદંડ હોય છે તે અંગે ઈશાન કહે છે કે અત્યાર સુધી મેં સ્ક્રિપ્ટને પસંદ કરી નથી, પરંતુ સ્ક્રિપ્ટે મારી પસંદગી કરી છે. ફિલ્મ પસંદ કરવાનાં ઘણાં કારણ હોઈ શકે છે.

ઘણી વાર તમે ફિલ્મ એટલે પસંદ કરો છે, કેમ કે તમારે કોઈ ખાસ ડિરેક્ટર સાથે કોઈ ખાસ ડિરેક્ટર પાસે કામ કરવું હોય છે. ઘણી વાર કહાણી તમને પોતાના તરફ ખેંચે છે. પહેલી ફિલ્મ મળવાની સ્ટ્રગલ અથવા તો ત્યાર બાદ મળેલા સ્ટારડમને જાળવી રાખવાના દબાણમાં વધુ મહત્ત્વ કોને આપે છે તે અંગે વાત કરતાં ઈશાન કહે છે કે ઘણા લોકોએ મારું કામ જોયું છે. હવે લોકો માટે ખૂબ જ સરળ છે કે તેઓ મને જજ કરી શકે કે મને ફિલ્મમાં લેવો જોઈએ કે નહીં. •

You might also like