અમદાવાદમાં C. G. Road પર હવે પાર્કિંગના ચાર્જિસ કલાક પ્રમાણે વસૂલાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકોએ શહેરના રાજમાર્ગ ગણાતા સી.જી. રોડ પર વધુને વધુ લોકો પોતાના વાહનો પાર્ક કરી શકે તેવા આશયથી જે તે વાહનના ચાર્જિંસ કલાક પ્રમાણે વસૂલવાની િદશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

તાજેતરમાં શહેરભરમાં ખાસ કરીને ટ્રાફિકના મુદ્દે હાઈકોર્ટના આદેશના પગલે ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ સત્તાવાળાઓ હરકતમાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન માટે કડકાઈથી કસૂરવારો સામે દંડાત્મક પગલા લેવાઈ રહ્યા છે.

બીજી તરફ મ્યુનિસિપલ સત્તાવાળાઓ પણ ૬૫થી વધુ ટ્રાફિક જંકશન પર દબાણ દૂર કરવાની િદશામાં ખાસ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત શહેરીજનોને વધુને વધુ પાર્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા નવા ૨૫ પાર્કિંગ પ્લોટમાં પાર્કિંગની સુવિધા અપાવવાની દિશામાં કવાયત હાથ ધરાઈ છે.

દરમિયાન મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ કહે છે શહેરના અિત વ્યસ્ત ગણાતા સી.જી. રોડ પર પાર્કિંગના મામલે જે નીતિ અમલમાં છે. તેમાં ધડમૂળથી ફેરફાર કરીને કલાક પ્રમાણે ચાર્જિંગ વસૂલવાની દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ છે. જે માટેના ટેન્ડર પણ ટૂંક સમયમાં બહાર પડાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે શાસકોએ સી.જી. રોડ ઉપરાંત એસ.જી. હાઈવે પર લોકોને વધુને વધુ પાર્કિંગ સુવિધા અપાવવા માટે ગંભીરતાથી પ્રયાસ હાથ ધર્યા છે.

You might also like