કમુરતા પૂરાંઃ હવે ૧૭ એપ્રિલથી લગ્નના ઢોલ ધબૂકતા થઈ જશે

૧૪ માર્ચના રોજ સૂર્યના મીન રાશિમાં પ્રવેશની સાથે શરૂ થયેલા કમુરતાં ૧૪મી એપ્રિલે સૂર્યના મેષ રાશિમાં પ્રવેશની સાથે સમાપન થશે. એ સાથે ફરી શરૂ થઇ રહેલી લગ્નની મોસમનું પહેલું મુહૂર્ત ૧૭ એપ્રિલના રોજ છે. ત્યારબાદ જુલાઇના ૧૧ તારીખ સુધીમાં ૩૭ લગ્ન મુહૂર્ત છે.

મીનારકની સમાપ્તિ પછી લગ્નનું પહેલુ મુહૂર્ત ૧૭ એપ્રિલ છે. તેની સાથે એપ્રિલ છે. તેની સાથે એપ્રિલ મહિનામાં ૯ દિવસ ૧૭, ૧૮, ૧૯, ર૦, રર, ર૩, ર૪, ર૭, ર૮ મે મહિનામાં ૧ર દિવસ ૧, ૧ર, ૧૪, ૧પ, ૧૭, ૧૯, ર૧, ર૬, ર૯, ૩૦, ૩૧ જુન માસમાં ૧૩ દિવસ ૮, ૯, ૧૦, ૧ર, ૧૩, ૧૪, ૧પ, ૧૬, ૧૭, ૧૮, ર૦, રપ, ર૬ અને જુલાઇમાં ૪ દિવસ ૬, ૯, ૧૦, ૧૧ લગ્ન મુહૂર્ત છે. જુલાઇની ૧૧ તારીખે અષાઢ સુદ દસમ સાથે કારતક સંવંત ર૦૭૬ના નવા વર્ષના લગ્ન મુહૂર્તનો પ્રારંભ નવેમ્બરમાં ૮ તારીખથી થશે ત્યારબાદ નવેમ્બરમાં સાત દિવસ ૮, ૯, ૧૪, રર, ર૩, ર૪, ૩૦ લગ્ન મુહુર્ત છે. ત્યાર પછી ૧૬ ડિસેમ્બર ધનારકના પ્રારંભ પછી લગ્નના મુહૂર્ત વર્ષ ર૦ર૦માં જાન્યુઆરીમાં શરૂ થશે. ડિસેમ્બરમાં પ, ૬, ૧૧, ૧ર એમ ચાર લગ્ન મુહૂર્ત વર્ષ ર૦૧૯ના આખરી મુહૂર્ત હશે.

You might also like