હવે Oil કંપનીઓ ડાયરેક્ટ વિદેશી લોન મેળવી શકશે

નવી દિલ્હી: રૂપિયાના સતત પતનના પગલે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક્સ્ટર્નલ કોમર્શિયલ બોરોઇંગ્સ (ઇસીબી)ના ધોરણો હળવા કરીને ઓઇલ માર્કેટિંગ કંપનીઓને વર્કિંગ કેપિટલ માટે ઓટોમેટિક રૂટ દ્વારા વિદેશી કરન્સીમાં લોન મેળવવા માટે મંજૂરી આપી દીધી છે.

આમ, હવે ગગડતા રૂપિયાને રોકવા માટે આરબીઆઇએ મોટું પગલું ભરીને ઓઇલ કંપનીઓને વિદેશી બજારમાંથી સીધી લોન લેવા માટે મંજૂરી આપી દીધી છે. આ વ્યવસ્થા તાત્કાલિક અસરથી અમલમાં આવી ગઇ છે.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ વિદેશી કરન્સીની સૌથી મોટી કન્ઝ્યુમર છે. આ સાથે જ આરબીઆઇએ સરકારી રિફાઇનર્સ માટે ૭૫ કરોડ ડોલરની લિમિટ હટાવી દીધી છે અને નવા નિયમો હેઠળ આ મર્યાદા હવે ૧૦ અબજ ડોલરની થઇ ગઇ છે.

આરબીઆઇએ જણાવ્યું હતું કે સરકારની માલિકીની તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હવે લઘુતમ ત્રણથી પાંચ વર્ષની સરેરાશ મેચ્યોરિટી સાથે વર્કિંગ કેપિટલ માટે ઇસીબી મેળવી શકશે.

You might also like