યૂપીમાં કોંગ્રેસ 105 અને સપા 298 વચ્ચે ડીલ ફાઇનલ

લખનઉ : ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સત્તાધારી સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે રવિવારે સાંજે ગઠબંધનનું ઔપચારિક જાહેરાત કરી દીધી. સમાજવાદી પાર્ટીના યૂપી અધ્યક્ષ નરેશ ઉતમ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજબબ્બરે જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સમાં ગઠબંધનની જાહેરાત કરી.સમજુતી અનુસાર સમાજવાદી પાર્ટી 298 સીટો પર ચૂંટણી લડશે. નરેશ ઉત્તમે કહ્યું કે આ સીટોની વહેંચણી પરંતુ બંન્ને દળો દ્વારા યૂપીમાં નવી રાજનીતિની શરૂઆત છે.

નરેશ ઉત્તમે કહ્યું કે સમાજવાદી પાર્ટી દેશની એકતા અને અખંડતા સાથેસાથે ધર્મનિપેક્ષતાની રક્ષા કરશે. તેમણે સપા કાર્યકર્તાઓ સાથે ગઠબંધનના ઉમેદવારોને વોટ આપવાની અપીલ કરી. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટી વિકાસની ધારાને આગળ વધારવા માંગે છે. નરેશ ઉત્તમે કહ્યું કે સાંપ્રદાયિક શક્તિઓને જડથી ઉખાડી ફેંકવા માટે આ ગઠબંધન કર્યું છે.

ગઠબંધનના મુદ્દે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના ઉચ્ચે નેતાઓ વચ્ચે કેટલાક દિવસોથી વાટાઘાટો ચાલી રહી હતી પરંતુ સીટોની વહેંચણી મુદ્દે બંન્ને પાર્ટીઓ વચ્ચે કેટલીક અસમંજસ હતી. સુત્રોએ જણાવ્યું કે ગઠબંધન અંગે સંમતી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના હસ્તક્ષેપ બાદ આ બાબત અંતિમ તબક્કે પહોંચી હતી.

You might also like