આતંકવાદ સામે હવે કડક અને ચોક્કસ કાર્યવાહી જરૂરીઃ ભારત

નવી દિલ્હી: ભારતે ગુટનિરપેક્ષ શિખર સંમેલનમાં આતંકવાદ વિરુદ્ધ હવે કડક વલણ અપનાવીને તેનો મજબૂતીથી સામનો કરી આતંકવાદ સામે કડક અને ચોક્કસ કાર્યવાહી કરવાનું જરૂરી બની ગયું છે તેવી અપીલ કરી છે. ગઈ કાલે ભારતે 120 દેશના સમૂહને જણાવ્યું હતું કે આતંકવાદનો સામનો કરવા હવે અસરકારક સહયોગ નક્કી કરવાનો સમય પાકી ગયો છે તેમ જણાવતાં ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ જણાવ્યું કે આતંકવાદ આજે માનવાધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યો છે અને તેથી તેનો ઉપયોગ તે સરકારી ની‌િતના એક હથિયાર તરીકે કરવો તે પણ નિંદનીય છે.
ઉપરાષ્ટ્રપતિએ બ્લોકની સમગ્ર બેઠકને સંબોધતાં જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે આપણે આપણું આંદોલન આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ચોક્કસ પગલાં લેવામાં આવે તે રીતે ચલાવવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે આપણા આંદોલનમાં એક એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે જે સુરક્ષા, સંપ્રભુતા અને વિકાસ પર સતત ઝળૂંબતા આતંકવાદ સામેના મુકાબલામાં અસરકારક સાબિત થાય. અન્સારીએ તેમના સંબોધનમા સંયુક્ત રાષ્ટ્ર સુધારણાનો મુદ્દો પણ ઉગ્ર રીતે ઉઠાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે આપણે સંયુકત રાષ્ટ્ર મહાસભાના 71મા સત્રનો ઉપયોગ એ નક્કી કરવા માટે કરવો જોઈએ કે તેની સામેનું પગલું આંતર સરકારી ચર્ચાઓથી આગળ વધી શકે.

You might also like