હવે બે હજારથી વધારે ડિજીટલ લેણદેણમાં OTP જરૂરી

નવી દિલ્હી: ડિજીટલ લેણદેણની સુરક્ષાને મજબૂત કરવા માટે આરબીઆઇ ડેબિટ ક્રેડિટ કાર્ડથી ખરીદીમાં વન ટાઇમ પાસવર્ડ ફરજિયાત કરવાની તૈયારીમાં છે. નક્કી કરેલી રકમની ઉપરની ખરીદી પર બેંકો માટે આ સેવા આપવનું જરૂર કરવામાં આવશે.

OTP સુવિધા દરેક બેંકોએ પોતાના ગ્રાહકોને આપવી પડશે, પછી એ વિઝા, માસ્ટર અથવા સ્વદેશી ચુકવણી પ્રણાલી પર આધારિત રૂપથી કાર્ડનો ઉપયોગ કરી રહ્યો હોય. બેંકોની સાઇબર હુમલાથી સુરક્ષા અને ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે કેન્દ્રીય બેંક જલ્દી નવા માર્ગદર્શિકા રજૂ કરી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર દ્વારા ગઠિત સમીક્ષા સમિતિએ ઘણા મહત્વના સૂચનો આપ્યા હતા. જેમાં ગ્રાહકોને વિભિન્ન માધ્યમોથી દર મહિને સાવધાન કરવા પર ડેબિટ ક્રેડિટ કાર્ડ માટે ઓટીપીને ફરજિયાત કરવામાં પણ આવશે. સમિતિ બેંકો સાઇબર સુરક્ષાને મજબૂત કરાવવા માટે નવા ઉપાયો પણ જણાવશે.

સરકારે બજેટમાં ડિજીટલ ચુકવણને પ્રોત્સાહન આપવા માટે આરબીઆઇમાં ચુકવણી રેગ્યુલેટરી બોર્ડ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. એનાથી રેફરલ બોનસ યોજના, કેશ બેંક યોજના શરૂ કરવામાં આવશે અને આધાર યુક્ત ચુકવણી પ્રણાલી જલ્દીથી શરૂ થશે. સૂત્રોનું માનીએ તો આરબીઆઇ સાઇબર સુરક્ષાને ધ્યાનમા રાખીને બેંકોને સમન્સ કરી શકે છે.

આરબીઆઇ દ્વારા બેંકોને ગ્રાહકોને ઓટીપી સુવિધાથઈ લેસ કરવા માટે પહેલા પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ એના માટે બેંકોને જવાબદાર બનાવવામાં આવશે. ગ્રાહકના મોબાઇલ નંબર અથવા ઇમેલને દરેક મહિને અપડેટ કરવામાં આવશે, જેની પૂરી રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે.

visit: http://sambhaavnews.com/

You might also like