હવે કમ્પ્યૂટર અને મોબાઈલને અાંગળીઓના ઈશારે નચાવો

અમેરિકાની એપોટેક્ટ લેબ્સ નામની કંપનીએ જેસ્ટ નામે હાથમાં પહેરવાના મોજા જેવું અનોખું ડિવાઈસ તૈયાર કર્યું છે. ડિજિટલ ટૂલકિટથી સજ્જ અા ડિવાઈસમાં એક જેસ્ચર કન્ટ્રોલર તથા એક સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ ફિટ કરેલાં છે. ચાર અાંગળીઓમાં પહેરી શકાય એવા અા જેસ્ચર કન્ટ્રોલરની અંદર પણ એક્સલરોમીટર, જાયરોસ્કોપ, મેગ્નેટોમીટર જેવાં પંદર પ્રકારનાં સેન્સર છે.

અા સેન્સર અને એની સાથે રહેલા સોફ્ટવેરની મદદથી માત્ર અાંગળી હલાવીને અાપણા કમ્પ્યુટર કે સ્માર્ટફોનનાં વિવિધ ફંક્શન કન્ટ્રોલ કરી શકાય છે. અા અનોખા સાધનમાં પાંચ બેઝિક જેસ્ચર પ્રી-ઈન્સ્ટોલ્ડ અાવે છે. 

You might also like