હવે માત્ર ફૂંક મારીને થઈ શકશે સ્ટમકના અલ્સરનું નિદાન

જઠરમાં કે પાચન માર્ગમાં ચાંદા પડ્યા હોય તેનું નિદાન કરવાનું અત્યાર સુધી ઘણું અઘરું હતું. જે હવે સરળ બની ગયું છે. તાજેતરમાં ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસની બેઠકમાં એસએન બોસ નેશનલ સેન્ટર ફોર બેઝિક સાયન્સીસના નિષ્ણાતોએ પેપ્ટીક અલ્સરના નિદાન માટે સરળ પધ્ધતિ શોધી છે. અા પધ્ધતિમાં દર્દીએ કોઈપણ અઘરી પ્રક્રિયામાંથી પસાર થવાયું નથી. દર્દીએ ચોક્કસ ડિવાઈઝમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવાની રહેશે. જોરથી ફૂંક મારીને મોંમાંથી હવા બહાર ફેંકવાની સાથે જ લેઝર સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા ફૂંકમાં અાવેલા કેમિકલ્સનું વિશ્લેષણ કરીને અલ્સરનું નિદાન થઈ શકશે.

home

You might also like