ફિશ ઓઈલથી પેટ પાસેની ચરબી ઓગળે છે

ચરબી ઓગાળવા માટે શોધાયેલી પીલ્સ કરતાં ફીશ ઓઈલ વધુ અસરકારક છે તેવું જાપાનના રિસર્ચરોનું કહેવું છે. ખાસ કરીને ૩૦થી ૪૦ વર્ષની વયના મેદસ્વી સ્ત્રી, પુરુષોમાં પેટ ફરતે ચરબી વધુ હોય છે. અા માટે ફીશ ઓઈલ ખૂબ જ અસરકારક રહે છે. ફીશ ઓઈલથી પાચનતંત્રના રિસેપ્ટર્સ એક્ટિવેટ થાય છે અને નર્વસ સિસ્ટમ ઝડપી બનીને સ્ટોર થયેલી ચરબી બળવાનું કામ શરૂ થાય છે. અાપણા શરીરમાં રહેલી બ્રાઉન ફેટ બળવાનું શરૂ થાય તો પેટ ફરતેની ચરબીના થર ઝડપથી બળવા લાગે છે. ફીશ ઓઈલથી બ્રાઉન ફેટ બંધ થવાની શરૂઅાત થાય છે જેથી ચયાપચયની ગતિ પણ વધે છે.

You might also like