પ્રિસ્ક્રિપ્શન પર દવા-બીમારીનું નામ કમ્પ્યૂટરથી પ્રિન્ટ કરવું ફરજિયાતઃ હાઇકોર્ટ

નૈનિતાલઃ ઉત્તરાખંડ હાઈકોર્ટનાં રાજ્યનાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ડોક્ટરોએ દર્દીની ચિઠ્ઠીમાં કમ્પ્યૂટરથી ઈલાજ માટેની દવા અને તે બીમારીનું નામ પ્રિન્ટ કરવું પડશે. હાઈકોર્ટે આદેશ જારી કર્યા છે કે દર્દીને પણ પોતાની બીમારી અને દવા અંગે સરળતાથી જાણકારી મળી શકે તે જરૂરી છે.

તેથી દરેક ડોક્ટરોએ તે કમ્પ્યૂટરથી પ્રિન્ટ કરવું પડશે. કોર્ટે કમ્પ્યૂટર અને પ્રિન્ટર ઉપલબ્ધ થાય ત્યાં સુધી તમામ ડોક્ટરોને દવાનું નામ અંગ્રેજીના કેપિટલ અક્ષરમાં લખવાનું કહ્યું છે. સાથેસાથે હોસ્પિટલમાં તપાસનાં ભાવ એકસમાન કરીને હોસ્પિટલોમાંથી જેનેરિક દવાઓ આપવા સંબંધિત આદેશને પડકાર ફેંકતી અરજીને ફગાવી દીધી છે.

હિમાલયન મેડિકલ કોલેજ જોલી ગ્રાન્ડ સિનરજી હોસ્પિટલ તરફથી આ અરજી દાખલ કરાઈ હતી. જેમાં ૧૪ ઓગસ્ટે પારિત આદેશ પર પુનર્વિચારણા કરવાની પ્રાર્થના કરાઈ હતી. આ આદેશમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટથી વિપરીત સંચાલિત હોસ્પિટલોને બંધ કરવાના આદેશ આપ્યાં હતાં.

શુક્રવારે જજ રાજીવ શર્મા અને મનોજકુમાર ‌તિવારીને ખંડપીઠ સમક્ષ પુનર્વિચાર અરજી પર સુનાવણી થઈ. કોર્ટે આ અરજીને ફગાવતા સરકારી અને પ્રાઈવેટ ડોક્ટરોને આદેશ આપ્યા હતા કે દર્દીઓની ‌ચિઠ્ઠીઓમાં બીમારીનું નામ અને દવા કમ્પ્યૂટર પ્રિન્ટેડ હોય.

You might also like