હવે ૨૦૦૦ રૂપિયાની નોટ પર વાઈરલ ‘હરીશ દ્રિવેદી બેવફા હૈ.’ બેવફા હૈ’

નવી દિલ્હીઃ ચૂંટણીની મોસમમાં બીજેપીના કેટલાક કાર્યકરો ટિકિટ-વહેંચણીની બાબતમાં પાર્ટીથી નાખુશ છે એટલે તેમણે સોશિયલ મીડિયા પર ગુસ્સો દર્શાવવાનું શરૂ કરી દીધું છે. ઘોષિત ઉમેદવારોને બદલવા માટે કાર્યકરોઅે લોહીથી વડા પ્રધાન મોદીને ચિઠ્ઠી લખવાના પ્રયોગ કર્યા પછી હવે ૨૦૦૦ રૂપિયાની નોટ પર લખાણ લકીને સોશ્યલ મીડિયા પર વાઈરલ કર્યું છે. ૨૦૦૦ની નોટ પર ઉત્તર પ્રદેશના બીજેપીના સંસદસભ્ય વિશે લખવામાં અાવ્યું છે. ‘હરીશ દ્રિવેદી બેવફા હૈ.’

બીજેપીના એક કાર્યકરે શનિવારે ૨૦૦૦ની નોટ પર આવું લખાણ કરીને શેર કર્યું અે પછીના થોડા કલાકોમાં એ ટ્વિટર, વોટ્સઅેપ અને ફેસબુક સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રેન્ડ થવા લાગ્યું છે. કાર્યકરોનું કહેવું છે કે જેમ ‘૧૦ રૂપિયાની નોટ પર સોનમ ગુપ્તાની બેવફાઈ વિશે લોકોઅે જાણ્યું હતું એમ અા જ રીતે ટિકિટ બાબતે હરીશ દ્રિવેદીઅે કાર્યકરોને કરેલા ખોટા વાયદાઅો સામે લાવવાની કોશિશ કરી છે.’

http://sambhaavnews.com/

You might also like