સરકાર હાર્ટ વાલ્વ સહિત તમામ ઇમ્પ્લાન્ટ 50%નાં દરે કરશે

નવી દિલ્હી : સ્ટેંટ અને ની પ્લાન્ટ બાદ હવે હાર્ટ વાલ્વ અને આંખોના લેન્સ સહિતની જરૂરી મેડિકલ ડિવાઇસની કિંમતો 50 ટકા સુધી ઘટી શકે છે. બીજી તરફ બીજા દેશોથી ઇમ્પોર્ટ કરવામાં આવતા મેડિકલ ડિવાઇસ પર ઇમ્પોર્ટ ડ્યુટી હાલનાં 7.5 છે જેને વધારવામાં આવી શકે છે. હાલ દર્દીઓની સેફ્ટી સાથે જ કન્જ્યુમર્સ અને ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીને રાહત આપવા માટે સરકાર આગામી 10 દિવસોમાં નવું મેડિકલ ડિવાઇસ ડ્રાફ્ટ પોલિસી લાવી શકે છે. હાર્ટ વાલ્વ અને ઇટ્રાક્યૂલર લેંસ સહિત કેટલીક જરૂરી મેડિકલ સામગ્રીનાં ભાવ કંટ્રોલનાં વર્તુળમાં લાવવાની તૈયારી છે. જેના કારણે તેની કિંમતમાં 50 ટકા સુધી સસ્તી થઇ શકે છે.

નોંધનીય છે કે સરકારે અગાઉ સ્ટેંટની કિંમતમાં 85 ટકા સુધીનો અને ની ટ્રાન્સપ્લાન્ટની કિંમતો 70 ટકા સુધી ઘટાડી હતી. ઇમ્પોર્ટ થનારા મેડિકલ ડિવાઇસ પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી શકે છે, જેનાથી સ્થાનીક ઇન્ડસ્ટ્રી માટે રાહતના સમાચાર છે. ઇમ્પોર્ટ કરવામાં આવતા સેક્ડ હેન્ડ મેડિકલ ડિવાઇસ પર પ્રિતબંધ લગાવવામાં આવી શકે છે. જો પ્રતિબંધ સંપુર્ણ નહી તો પણ આશરે 5 વર્ષ સુધીનો હોઇ શકે છે. મેડિકલ ડિવાઇસ પર એમઆરપી લખવું જરૂરી હશે. હોસ્પિટલમાં બાયો મેડિકલ એન્જિનિયર્સની નિયુક્તી કરવામાં આવી શકે છે જે દવાથી માંડીને મેડિકલ ઇક્વિપમેન્ટનાં ભાવ પર નજર રાખશે.

ખાસ કરીને સ્ટોરેજ પર નજર રાખવામાં આવુશે. જેનાથી ઓક્સીજન સપ્લાઇ ઘટવા જેવી ઘટનાઓ ન થાય. નવા નિયમ હેઠળ સરકારનાં પેશન્ટ સેફ્ટી પર ખાસ ફોકસ હશે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલનાં સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સરકાર કેટલાક પરિવર્તન સાથે નવી મેડિકલ ડિવાઇસ ડ્રાફ્ટ પોલિસી 10 દિવસની અંદર લાવી શકે છે . નવી પોલિસીનું ખાસ ફોકસ પેશન્ટ સેફ્ટી, સારવાર સસ્તી કરવાની સાથે સાથે સ્થાનિક ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા પર છે.

જે મેડિકલ ડિવાઇસની કિંમતો સસ્તી કરવામાં આવશે તે હાર્ટ વાલ્વ, ઇન્ટ્રા ઓક્યુલર લેંસ, ઓર્થોપેડિક ઇમ્પલાન્ટ, કેથેટર, ઇન્ટરનલ પ્રોસ્થેટિક રિપ્લેસમેન્ટ, ડિસ્પોજેબલ હાડપોડર્મિક નીડલ, બોન સીમેન્ટ, સર્જીકલ ડ્રેસિંગ, અમ્બિલિકલ ટેપ અને સ્કૈલ્પ વેન સેટ જેવા ડિવાઇસ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારનાં આ પગલાનાં કારણે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટને પ્રોત્સાહન મળશે. વડાપ્રધાન મોદી પણ આ અંગે અગાઉ સંકેતો આપી ચુક્યા હતા. જો કે સરકાર સૌથી વધારે પેશન્ટ સેફ્ટી પર ખાસ ફોકસ કરી રહી છે. 27 હજાર કરોડથી પણ વધારેનાં ઇમ્પોર્ટનાં વ્યાપાર પર તેની સૌથી વધારે અસર પહોંચી શકે છે.

You might also like