હવે, હેર-કલર્સ ચોક સ્વરૂપે

ફેશનના અા યુગમાં સહુને અાકર્ષક દેખાવું ગમે છે. યુવા ર્વગ સ્ટાઈલિશ દેખાવા હેર-કલર અને હાઈલાઈટર્સ પાછળ ઘણો ખર્ચ કરે છે. અાજે ફેશનના ભાગરૂપે ટેમ્પરરી હેર-ચોકકલર્સનો ટ્રેન્ડ ચર્ચામાં છે. અા  હેર-ચોકકલર્સ મોટા ભાગે લાલ, લીલો, પીળો, વાદળી, મરૂન જેવા ૧૨ અને ૨૪ રંગોવાળા પેક બજારમાં તેમજ અોનલાઈન સરળતાથી મળે છે. લાલ, મરૂન, જાંબલી જેવા હેર-કલરની ફેશન વધુ જાેવા મળે છે. અાવા કલર્સ યુવાનોના વ્યક્તત્વમાં વધારો કરે છે. અવનવા ચોક કલર્સ બજારમાં અાપને ૫૦૦ રૂપિયાથી ૭૦૦ રૂપિયામાં સરળતાથી મળે છે.

હેર-કલર અને હાઈલાઈટર્સની સરખામણીઅે હેર-ચોક કલર્સ ખિસ્સાને પરવડે તેવા અને વધુ ફાયદાકારક છે. પ્રથમ તો સમયનો બચાવ થાય છે. તેને લગાડવામાં વધુ મહેનત કરવી પડતી નથી. ચોક કલર્સને કોઈ પણ બ્યુટીશિયનની મદદ લીધા વિના જાતે જ વાળમાં લગાવી શકાય છે. અા ચોક કલર્સનો મોટો ફાયદો અે છે કે તે ટેમ્પરરી હોવાથી બે-ત્રણ દિવસ સુધી જ વાળમાં રહે છે. જેથી યુવા વર્ગ પોતાના પોશાક અનુસાર વાળને જુદા જુદા કલર કરે છે.

વિશ્વભરમાં અાવા હેર-ચોક કર્લસની માગ વધારે છે. મોટી મોટી મલ્ટનેશનલ કંપનીઅો યુ.કે. તેમજ યુ.અેસ.અે.માં સફળતા પૂર્વક વેચાણ કરી રહી છે.અાથી ભવિષ્યમાં ભારતમાં અા ટ્રેન્ડ વધવાની સંભાવનાને નકારી શકાય નહીં. અોનલાઈન વેચાણ ગ્રુપ હાર્બર અોફ હેપિનેસના અરવા મેઘનાની કહે છે કે, અા ચોક કર્લસની વિવિધ ખૂબીઅોને કારણે યુવા ર્વગમાં માગ વધી છે. તહેવારોમાં બધાથી અલગ તરી અાવવા માટે ચોક કલર્સનો ઉપયોગ વધુ કરે છે.

વધુમાં હેર-ચોક કલર્સના ગ્રાહક કરીના જબનુવાલા જણાવે છે કે, અા ચોક કલર્સ વાળ પર લગાવવા અેકદમ સરળ છે. તેના વપરાશથી વાળને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. વધુમાં પોતાને લાલ કલર કરવો વધુ પસંદ છે જે બોલ્ડ લૂક અાપે છે.

ઉપયોગની રીત : હેર-ચોક કલર્સનો ઉપયોગ કરવો અેકદમ સરળ છે. સાૈ પ્રથમ વાળના જે જથ્થામાં કલર કરવાનો હોય તેને પલાળી લેવો. ત્યાર બાદ હળવા હાથની મદદથી ધીરે ધીરે ચોક કલરને વાળમાં લગાડવો. થોડી વાર પંદર મિનિટ પછી વાળને ટુવાલ વડે કોરા કરવા. હવે અાપ વાળને હેરસ્ટ્રેટંનર કે હેર-કર્લરની મદદ વડે જુદી જુદી હેર સ્ટાઈલ બનાવી શકો છોે.

હેર કર્લસના લેટેસ્ટ ટ્રેન્ડ વિશે અમદાવાદમાં અાવેલા માણેકબાગ વિસ્તારના પેરિસ બ્યુટી પાર્લરના સંચાલક માલતી બોરો કહે છે કે, અા ચોક કર્લસની ફેશન અેકદમ અવનવી છે. જેના દ્વારા ચોસ પણે ટ્રેન્ડી લૂક મેળવી શકાય છે. વાપરવામાં સરળ અેવા ચોક કર્લસના વપરાશ બાદ બહુ કાળજી રાખવી પડતી નથી. વધુમાં તેમણે વાળમાં હેર-ચોક કર્લસના ઉપયોગ બાદ કોપરેલ તેલથી મસાજ કરવાની ટિપ્સ અાપે છે.

You might also like