હવે તમારા બોલવા પર ફોનના એપ્સને ખોલશે Google

નવી દિલ્હી: શું તમને પણ એવું લાગ્યું છે કોઇ એવુ ફિચર હોય જેની મદદથી તમે લખ્યા વગર પોતાના મિત્રોને મેસેજ કરી શકો ? શું તમે કોઇ કન્ટેટને સર્ચ કરવા માટે શું તમે લખવા નથી ઇચ્છતા ? તો હવે તમારી આ ઇચ્છા ગૂગલ આસિસ્ટન્ટ પુરી કરશે. ઘણી વખત એવું થાય છે કે આપેણ બીજા કામમાં વ્યસ્ત હોઇએ (ઉદાહરણ તરીકે જો તમે સ્ત્રી યુઝર છો અને હાથમાં મહેંદી મુકી હોય) આવામાં તમે લખવા કરતા વધુ અવાજ ટેક્સ્ટને પસંદ કરો છો.

અમે તમને આવા વિકલ્પો વિશે વાત કરી રહ્યા છીએ, જેની સહાયથી Google Assistant તમારા એક આદેશથી તમારા મિત્રોને ટેક્સ મેસેજ મોકલશે. ઉપરાંત, Google તમને કહે છે કે ફોનમાં હાજર એપ્સને ખોલે છે. આવો મારીયે એક નજર આના પર મિત્રોને વોટસએપ પર મોકલો મેસેજ તમારા ફોનની હોમ સ્ક્રીન પર તમે ‘OK Google’ બોલવું પડશે. ત્યારબાદ Google Assistant એક્ટીવ થઇ જશે.

ગૂગલે તમને પૂછશે ‘Hi, how can I help you’ એના પછી તમે તમારા મિત્રનુ નામ લઇને પોતાનો સંદેશ બોલી શકશો . અમે ઉદાહરણ માટે લખ્યું છે કે ‘say hi to sid ‘ (ધ્યાન રાખો કે જેનું નામ તમે બોલી રહ્યા છો તે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ હોવુ જોઇએ.

આ પછી ગૂગલ તમારા કહેલા મેસેજ પહેલા એક વાર ફરી પૂછશે કે ‘Send or change this?’. જો તમે મેસેજ સાચો હોય તો તમારે ‘SEND’ કહેવાનુ રહેશે. ત્યાર બાદ તમારો મેસેજ તમારા મિત્રને પહોંચી જશે સાથે ગૂગલ તરફથી તમને ‘OK’નો સંદેશ આવશે.

ગૂગલ-ઓપન કરશે એપ
Google Assistant હવે તમારા કહેવા પર ફોનમાં એપ્સ ઓપન કરશે. તમારે ગૂગલને માત્ર કહેવુ પડશે. તે મતમારા ફોનની હોમસ્ક્રીન પર જઇને ‘Ok Google’ બોલવું પડશે. ત્યાર પછી ગૂગલ અસિસ્ટેન્ટ એક્ટિવ થઇ જશે.

Google તમને પૂછેશે  ‘Hi, how can I help you” તેના જવાબમાં તમારે જે ઓપેન કરવું હોય એ એપનું નામ લેવુ પડશે. જો તમારે યૂટ્યુબ ઓપન કરવુ હોય તો ‘opne you tube’ કહો. ગૂગલના તરફથી તમને એક મેસેજ દેખાશે ‘Opening: Youtube ‘

 

You might also like