ગુજરાતીઓ આનંદોઃ હવે દ્વારકાથી સોમનાથ જવું હોય તો હેલિકૉપ્ટરમાં ઉડીને જાઓ

દેવભૂમિ દ્વારકા અને સોમનાથ વચ્ચે હવે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે. આ હેલિકૉપ્ટર સેવા રાજકોટથી શરૂ કરવામાં આવશે. દિવાળી એટલે કે નવા વર્ષ નિમિત્તે આ સેવા શરૂ કરવામાં આવશે.

હેલિકૉપ્ટર સેવાથી હવે દ્વારકાથી સોમનાથ માત્ર 30 મિનિટમાં જ પહોંચી શકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ સેવાનો પ્રારંભ કરાવશે. આ હેલિકૉપ્ટરનો એર એમ્બ્યુલન્સ તરીકે પણ ઉપયોગ કરી શકાશે.

You might also like