હવે ફીચર ફોન વાપરવાનું મોંઘું પડશે

નવી દિલ્હી: ફીચર ફોન વાપરનારા અથવા હવે નવો ફોન વસાવનારાઓ માટે આંચકાજનક સમાચાર છે કે આગામી દિવસોમાં આવા ફોનની કિંમતમાં પાંચ ટકાનો વધારો થવાની શક્યતા છે, કારણ ચીનમાં કેટલાંક કારખાનાં બંધ થઈ જતાં આવા ફોનના સ્પેરપાર્ટ્સ બનવાનું બંધ થતાં તેની અછત ઊભી થાય તેમ હોવાથી તેના ભાવ વધુ ઊંચકાય તેવી સંભાવના છે.

મોબાઈલ ફોન ઉદ્યોગના સંગઠન ઈન્ડિયન સેલ્યુલર એસોસિયેશનનું માનવું છે કે ફીચર ફોનના ભાવમાં હવે ત્રણથી પાંચ ટકાનો વધારો થશે, કારણ ડિસ્પ્લે અને બેટરી જેવા સ્પેરપાર્ટ્સ વધુ મોંઘા થઈ ગયા છે. આઈસીએના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ મહેન્દ્રુએ જણાવ્યું કે આવા ફોનમાં ડિસ્પ્લે અને બેટરી મહત્ત્વના સ્પેરપાર્ટ્સ છે. ચીનમાં બનતા આવા સ્પેરપાર્ટ્સ માં અછત ઊભી થવાના કારણે તેની કિંમતમાં વધારો થઈ રહ્યો છે.

સંગઠનના જણાવ્યા અનુસાર દેશમાં સ્માર્ટ ફોનનું વેચાણ વધવા છતાં હજુ પણ 60 ટકા મોબાઈલ ગ્રાહકો ફીચર ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. ટ્રાઈના આંકડા અનુસાર અેપ્રિલ-2016 સુધી દેશમાં મોબાઈલના ગ્રાહકોની સંખ્યા 82.6 કરોડ જેટલી થઈ ગઈ છે અને હજુ તેમાં વધારો થઈ રહ્યો છે.

You might also like