BRTS સ્ટેશન પર હવે ૭૫ લાખના પેવર બ્લોક લગાવાશે

અમદાવાદ: આરટીઓથી પીરાણા સુધીના બીઆરટીએસ રૂટ પરના ઉતારુઓ માટે સારા સમાચાર છે. આ રૂટ પરના બસ સ્ટેશન સામેના ખાડાઓને ૮૦ ‌મી.મી. જાડાઇના પેવર બ્લોક લગાડીને દૂર કરવાની દિશામાં તંત્રે હિલચાલ હાથ ધરી છે.

આ માટે આશરે ૭પ લાખનો અંદાજ તૈયાર કરાયો છે. બીઆરટીએસના સત્તાવાળાઓએ આરટીઓથી પીરાણા સુધીના રૂટમાં બીઆરટીએસ બસના બસ સ્ટેશન નજીકના ડોકિંગ એરિયામાં બસની સતત બ્રેકિંગ ઇફેકટના કારણે ફલે‌િક્સબલ પેવમેન્ટમાં પડેલા ખાડાઓને દૂર કરવા ૮૦ મી.મી.ની જાડાઇના પેવર બ્લોક લગાવવા માટે રૂ.૭પ લાખનો અંદાજ તૈયાર કર્યો છે.

મ્યુનિ. બ્રિજ પ્રોજેક્ટ દ્વારા આંબેડકર રેલવે ઓવરબ્રિજ (ચામુંડાબ્રિજ) અને બાબુ જગજીવનરામ (ગીરીધરનગર) રેલવે ઓવરબ્રિજને વિશેષ પ્રકારના નવીનીકરણ માટે ક્રમશઃ રૂ.૬.૪૭ કરોડ અને રૂ.૬.૩૧ કરોડનો અંદાજ બનાવાયો છે. જ્યારે પશ્ચિમ ઝોનમાં જુદા જુદા ૬૦ ફૂટથી વધારે પહોળાઇના રસ્તાઓના ‌રિસરફેસિંગ તેમજ વિભિન્ન વોર્ડના આંતરિક રસ્તાઓના રિસરફેસિંગ માટે કુલ રૂ.૧૬ કરોડ ખર્ચાશે.

સાબરમતી વોર્ડમાં નવો સ્વિમિંગપૂલ બનાવવા લોએસ્ટ કોન્ટ્રાક્ટરનું રૂ.ર.૯૯ કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે. આ ઉપરાંત વીર ભગતસિંહ હોલમાં નવીનીકરણ કરવાની દિશામાં પણ કવાયત હાથ ધરાઇ છે. પૂર્વ ઝોનના ઇજનેર વિભાગે આ કામ માટે રૂ.૧.૩પ કરોડના અંદાજને મંજૂરી આપી છે. ઉસ્માનપુરાથી વિજય ચાર રસ્તા થઇને એલ.ડી. એન્જિ. સુધીના રસ્તા પર થર્મોપ્લા‌િસ્ટક પેઇન્ટ, કેટઆઇ, એનેમલ પેઇન્ટ વગેરે કામગીરી માટે રૂ.૩૦.૦૦ લાખના ટેન્ડરને લીલી ઝંડી અપાઇ છે.

આ ઉપરાંત ગોતા વોર્ડમાં ટીપી-પ૬માં સોલા ભાગવત ગેટથી સોલા ભાગવત મંદિરના ગેટ સુધીના રોડને કાચા ભાગમાં પહોળો કરી તથા સેન્ટ્રલ વર્જ કરી વચ્ચેના ભાગમાં ઇલે‌િક્ટ્રક થાંભલા નાખી તેમજ પેવર બ્લોક ફૂટપાથ કરી વોલ-ટુ-વોલ રોડ રિસરફેસિંગ કરવાના કામ પાછળ ૧.૧૩ કરોડ ખર્ચાશે.
આજે સાંજે મળનારી રોડ-બિલ્ડિંગ કમિટી સમક્ષ આ તમામ મહત્ત્વનાં કામોને મંજૂરી માટે મુકાયાં છે.

You might also like