હવે IRCTC ના માધ્યમથી કરાવો ફ્લાઇટની ટિકિટ બુક

રેલ્વે યાત્રીઓને ઘણી સુવિધાઓ આપ્યા પછી ઇન્ડિયન રેલ્વે એન્ડ કેટરિંગ ટૂરઝિમ કોર્પોરેશન (IRCTC)એ નવી સુવિધા શરૂ કરી છે. IRCTCની નવી સુવિધા હેઠળ હવે એરલાઇન જેવી કે જેટ એરવેઝ, એર ઇન્ડિયા અને એર વિસ્તારાની ટિકિટ સસ્તી કિંમત પર બુક કરાવી શકશો, જેમાં હવાઇ ટિકિટ 59ના કન્વેન્સ ચાર્જ પર પણ બુક કરાવી શકાશે, આ સાથે જ મોબાઇલ એપથી પણ ટિકિટ બુક કરાવી શકો છો, ગત દિવસોમાં IRCTCએ ઇ-વૉલેટના માધ્યમથી ટિકિટ બુકિંગ શરૂ કરી હતી.

ટ્વિટર હેન્ડલ પર આપી હતી જાણકારી:


IRCTCએ શુક્રવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વિશે જાણકારી આપી. IRCTCની તરફથી કરવામાં આવેલી ટ્વીટ અનુસાર, દેશ કે દેશની બહાર હવાઇ યાત્રા માટે સસ્તી કિંમત પર ટિકિટની બેસ્ટ ડિલ મેળવી શકો છો. IRCTC Air App iOS અને એન્ડ્રોઇડ બંને પર ઉપલબ્ધ છે, જેના માધ્યમથી તમે 7 લોકોની ટિકિટ બુક કરાવી શકો છો.

આ રીતે કરો પેમેન્ટ:
જો તમે 7 થી વધારે લોકો અથવા તો ગ્રુપ બુકિંગ કરાવવા ઇચ્છો છો તો તમારે એરલાઇન્સનો સંપર્ક કરવો પડશે. ટિકિટનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિગ, પેમેન્ટ પે અને UPIની માધ્યમથી કરી શકો છો. ખાવાનો ઓર્ડર પણ ટિકિટ બુકિંગના સમયે કરી શકો છો. ટિકિટ કેન્સલ કરાવવા ઇચ્છો છો તો ફ્લાઇટના સમયના 6 કલાક પહેલા સૂચના આપવાની રહેશે. ટિકિટ કેન્સલ કરાવ્યા પછી રિફન્ડ 7 કાર્યરત દિવસોમાં સંબંધિત ખાતામાં આવી જશે.

You might also like