આ રીતે કરો OLA કેબ બુક, મળશે 100% કેશબેક

હવે તમે OLA કેબમાં મુસાફરી કરશો તો 50 રૂપિયાની સુપર કેશ મેળવી શકો છો. જો તમે સાંજે 4-7 અને સવારે 8-10ની વચ્ચે કેબ બુક કરાવો છો તો તમને 100% સુધીનું કેશબેક મળી શકે છે. એટલે કે તમારી મુસાફરી ફ્રીમાં થશે. OLAની આ ઑફર્સનો લાભ મોબિક્વિક પરથી બુકિંગ કરીને મેળવી શકો છો.

ડિજિટસ ફાઇનાન્શિયલ સેવા પ્લેટફોર્મ મોબિક્વિક અને રાઇડ-શૅરિંગ કંપની OLAએ પાર્ટનરશિપ કરી છે. આ પાર્ટરનશિપ હેઠળ યૂઝર મોબિક્વિક એપની મદદથી દેશના 110 શહેરોમાં OLA કેબ અને ઑટો બુક કરાવવાની સુવિધા મળશે. જેમાં ઓલા ઓટો, માઇક્રો, મિનીથી લઇને ઓલા પ્રાઇમ, ઓલા પ્રાઇમ પ્લે, ઓલા પ્રાઇમ એસયુવી અને ઓલા લક્સ સુધીના ઓપ્શન યૂઝર્સને આપવામાં આવશે. જો તમે મોબિક્વિક વોલેટમાં પૈસા રાખો છો તો બુકિંગ વધુ સરળ થઇ જશે.

મોબિક્વિક આપી રહ્યું છે ઓફર

– મોબિક્વિક પર બુકિંગ કરવાથી પ્રથમ 5 રાઇડ પર તમને 50 રૂપિયાની સુપર કેશ મળશે.
– મોબિક્વિક યૂઝર દરેક રાઇડ પર 10%(વધુમાં વધુ 100 રૂપિયા)નું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
– દરરોજ 1000 યૂઝરને 100% કેશબેક આપવામાં આવશે. જે લોકો સવારે 8થી10 અને સાંજે 4થી 7ની વચ્ચે બુકિંગ કરાવશે તેમને આ ઓફરનો લાભ મળશે.

કેવી રીતે લઇ શકો છો ફાયદો

– તમે આ ઓફરનો ફાયદો લેવા માગો છો તો મોબિક્વિક એપને ફોનમાં ડાઉનલોડ કરો. બાદમાં બુકિંગ OLA એપના બદલે મોબિક્વિક એપથી કરો. ઓફર માત્ર ઓલા બુક કરવા પર જ મળશે.

You might also like