હવે રિવરફ્રન્ટ પર માંણો સાઇકલ રાઇડિંગની મજા

અમદાવાદઃ રિવરફ્રન્ટ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાઇકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. પંદર દિવસ બાદ રિવરફ્રન્ટ પર સાઇકલિંગ કરી શકાશે. પ્રથમ તબક્કામાં એનઆઇડીની પાછળના ભાગે રિવરફ્રન્ટ પર સાઇક ભાડે આપવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે રિવલફ્રન્ટ પર સાઇકલ ટ્રેક પહેલેથી જ ઉપલબ્ધ છે. અત્યાર સુધી શહેરીજનો પોતાની સાઇકલ લાવીને અહીં સાઇકલિંગ કરતા હતા. પરંતુ વધારે લોકોને આ એક્ટિવિટી સાથે જોડવા માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. નહીં નફો નહીં નુકશાનના ધોરણે ચાલનારા આ પ્રોજેક્ટ માટે શહેરીજનો પાસેથી સામાન્ય ફી લેવામાં આવશે. જો અહીં સારો રિસ્પોન્સ મળશે. તો આ સુવિધા રિવરફ્રન્ટના અન્ય સ્થળો પર પણ શરૂ કરવામાં આવશે. પૂર્વ તરફ સુભાષ બ્રિજ ગાર્ડન પાસે હાલ સાઇકલિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

હાલ રિવરફ્રન્ટ પર 15 મિનિટ સાઇક ચલાવવાના 15 રૂપિયા ભાડુ જ્યારે 20 મિનિટનું 20 રૂપિયા અને 30 મિનિટના 30 રૂપિયા વસૂલવામાં આવશે. જ્યારે સાંજે ત્રણ કલાક સાઇક ભાડે આપવા આવશે. તેમાં જો સારો રિસ્પોન્સ મળશે તો આ યોજનાનું વધારે વિસ્તરણ કરવામાં આવશે.

You might also like