VIDEO: અમદાવાદમાં હવેથી સ્કૂલમાં જ થશે હેર કટિંગ, વિદ્યાર્થીઓને નિ:શુલ્ક મળશે સેવા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલનાં વિદ્યાર્થીઓનાં હવેથી સ્કૂલમાં જ હેર કટિંગ કરાવી શકશે. AMC સ્કૂલ બોર્ડ અને ઈન્ટરનેશનલ હેર કટ એકેડમી વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. હાલમાં શહેરની 51 શાળાઓમાં પ્રાયોગિક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. જેમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સ્વૈચ્છિક રીતે હેર કટ કરાવી શકશે. હેર કટ એકેડમીનાં વોલિયન્ટર્સ સ્કૂલ પર જઈને જ હેર કટ કરશે. આ સેવા શાળાનાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રીતે આપવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે અમદાવાદ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવેથી શાળામાં જ બાળકોનાં વાળ કપાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે વાળ કાપવાનાં આ કામને લઇને AMC સ્કૂલ બોર્ડ અને ઈન્ટરનેશનલ હેર કટ એકેડમી વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં પ્રથમ અમદાવાદ શહેરમાંથી આની શરૂઆત કરાશે.

આનો ફાયદો સ્કૂલ બોર્ડની શાળાઓમાં ભણતા 1 લાખ 24 હજાર વિદ્યાર્થીઓને સીધી રીતે જ થશે. વિદ્યાર્થીઓ પોતાની મનગમતી હેર સ્ટાઇલ પણ કરાવી શકશે. જેનાં માટે પૂનાની એક એજન્સી રાખવામાં આવી છે. જો કે આને માટે સ્કૂલ બોર્ડ હેર કટિંગ પાછળ 1 રૂપિયાનો પણ ખર્ચ નહીં કરે.

Dhruv Brahmbhatt

Recent Posts

કળશ કૌભાંડઃ પૂજા સામગ્રીના નિકાલમાં નિયમો-પવિત્રતાનો ખુલ્લેઆમ ભંગ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત એક અથવા બીજા પ્રકારનાં કૌભાંડ ગાજતાં હોય છે. હવે સાબરમતી નદીને ચોખ્ખીચણાક રાખવાના ઉદ્દેશથી નદી પરના…

6 hours ago

ગાંધીનગરમાં આજે દેશનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૯ અંતર્ગત ગાંધીનગર ટાઉનહોલ ખાતે…

7 hours ago

ગેમ્સમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે CBSE બોર્ડ અલગથી પરીક્ષા લેશે

અમદાવાદ: દેશભરના ઊભરતા ખેલાડીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે, જે વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ અને નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે બોર્ડની…

7 hours ago

કર્ણાટકમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ: JDSના ધારાસભ્યને ૬૦ કરોડની ઓફરનો આરોપ

બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને પાડવાની ભાજપની કોશિશોને મોટો ઝાટકો વાગ્યો છે. અસંતુષ્ટ કોંગ્રેસ ધારાસભ્યોએ છેક છેલ્લી ઘડીએ વફાદારી બતાવીને…

7 hours ago

અમદાવાદીઓ માટે આજે સાંજથી શોપિંગની મજા

અમદાવાદ: આજથી તા. ૨૮ જાન્યુઆરી સુધી ચાલનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રૂ.બે હજારની રજિસ્ટ્રેશન ફી ભરીને શહેરના ૧૫,૪૦૦ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું…

7 hours ago

આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યપ્રધાનનું નામ જ ગાયબ

અમદાવાદ: અમદાવાદીઓ માટે રૂ.૭પ૦ કરોડના ખર્ચે બનાવાયેલી અતિ આધુનિક સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ આજે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે…

7 hours ago