નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ રમાશે

ડર્બન: ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ટેસ્ટ મેચ નવેમ્બરમાં ઍડિલેઈડ ખાતે ડે-નાઇટ રમાશે, એમ ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ)એ જણાવ્યું હતું. પ્રસાર માધ્યમોની યાદીમાં સીએસએના ચીફ એક્ઝિક્યુટિવ હારુન લોર્ગટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ૨૪મી નવેમ્બરથી રમાનાર ત્રીજી ટેસ્ટ ઍડિલેઈડમાં ડે-નાઇટ રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સી.એ.)ના ચીફ એક્ઝિક્યુટિવ જેમ્સ સધરલેન્ડે આ પગલાને આવકાર્યું છે. ગયા વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે રમાયેલી સૌપ્રથમ ડે-નાઇટ ટેસ્ટ લગભગ ૧,૨૪,૦૦૦ દર્શકોએ નિહાળી હતી, ત્યારથી આવી વધુ મેચની આશા કરાઈ રહી હતી.

You might also like