ઈજાગ્રસ્ત જોકોવિચ રેન્કિંગમાં પાંચમા ક્રમે ધકેલાયો

પેરિસ: નોવાક જોકોવિચે એટીપીના નવા જાહેર કરાયેલા રેન્કિંગમાં એક ક્રમ નીચે ઊતરી પાંચમું સ્થાન લીધું હતું અને સ્ટેનિસલેસ વેવરિન્કાએ ચોથા ક્રમે બઢતી મેળવી હતી. ભૂતપૂર્વ સર્વોચ્ચ ક્રમાંકિત જોકોવિચે હાથની કોણીમાં થયેલી ઈજાના કારણે પોતે વર્તમાન સિઝનમાં વધુ રમનાર ન હોવાની જાહેરાત કર્યા પછી તેની ટેનિસના રેન્કિંગમાં વધુ નીચે સરકવાની શક્યતા છે.

બ્રિટનના એન્ડી મરેએ રફેલ નડાલ કરતા મોખરાનું સ્થાન જાળવી રાખ્યું હતું અને રોજર ફેડરર ત્રીજા ક્રમે હતો. ૩૧મી જુલાઈએ જાહેર થયેલા ટોચના દસ ક્રમાંકિત ખેલાડી નીચે મુજબ છે: ૧. એન્ડી મરે (ગ્રેટ બ્રિટન), ૨. રફેલ નડાલ (સ્પેન), ૩. રોજર ફેડરર (સ્વિટ્ઝર્લેન્ડ), ૪. સ્ટેન વેવરિન્કા (સ્વિટ્ઝર્લેન્ડ), ૫. નોવાક જોકોવિચ (સર્બિયા), ૬. મેરિન સિલિક (ક્રોએશિયા), ૭. ડોમિનિક થિમ (ઓસ્ટ્રિયા), ૮. એલેક્ઝેન્ડર ઝેરેવ (જર્મની), ૯. કીઈ નિશીકોરી (જાપાન), ૧૦. મિલોસ રાઓનિક (કેનેડા).

You might also like