સ્ટેજ પર ડાન્સ કરતા આસારામને હવે પગ મુકવાનાં પણ ફાફા

જોધપુર : એક સમયે પોતાનાં હજારો અનુયાયીઓ વચ્ચે કાનુડો બનીને ડાન્સ કરતા આસારામને હવે એક પગ મુકવામાં પણ તકલીફ પડી રહી છે. અઢી વર્ષ સુધી જોધપુરની જેલમાં આસારામને વ્હીલચેરમાં રજુ કરવામાં આવ્યા હતા. આસારામ ખુબ જ થાકેલ અને અશક્ત દેખાતા હતા. તેઓ ઘણા મુશ્કેલીથી પોલીસવાનમાંથી નીચે ઉતર્યા અને વ્હીલચેર પર બેઠા હતા. તેમણે તેમની તબિયત વિશે કોઇ પણ સવાલનાં જવાબ નહોતા આપ્યા.

થોડા દિવસો પહેલા આસારામે જેલ તંત્રને તેમનાં પગમાં દુખાવો વધવાની ફરિયાદ કરી હતી. આસારામનું કહેવું છે કે ખુબ જ દુખાવાનાં કારણે હવે તેઓને ચાલવામાં તકલીફ પડી રહી છે. જેલ તંત્ર બહારથી ડોક્ટર્સ બોલાવીને તેમની સારવાર કરાવી હતી. ડોક્ટર દ્વારા તેમની સાયટિકાની સમસ્યા હોવાથી પાંચ દિવસ આરામની પણ સલાહ આપી હતી. આરામની સલાહ બાદ તેને વ્હીલચેરમાં બેસાડીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. આસારામ અગાઉ પણ બિમારીનું નાટક કરી ચુક્યા છે અને જામીન માંગી ચુક્યા છે.

સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ દિલ્હીથી આવેલા એઇમ્સનાં મેડિકલ બોર્ડે તેમની તપાસ કરી હતી. આ તપાસમાં આસારામને સંપુર્ણ સ્વસ્થય જાહેર કરવામાં આવ્યા હતા. સાથે જણાવાયું કે નાની મોટી બિમારી માટે જોધપુર જેલમાં પણ ડોક્ટરની વ્યવસ્થા છે. આસારામનાં આશ્રમમાં અભ્યાસ રકતી વિદ્યાર્થીનીએ આરોપ લગાવ્યો હતો કે 15 ઓગષ્ટ, 2013નાં રોજ આસારામ જોધપુર નજીક મણાઇ ગામમાં આવેલા ફાર્મ હાઉસમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

You might also like