નોટબંધીઃ ૧૦ લાખથી વધુ જમા કરાવનાર છ હજાર લોકોને નોટિસ

અમદાવાદ: ૮ નવેમ્બર, ર૦૧૭ના રોજ નોટબંધી જાહેર થયા બાદ શહેરના મોટા ભાગના લોકોએ જૂની નોટો બેન્કમાં જમા કરાવવા માટે લાઇન લગાવી હતી, જેની અસર હવે તેમને આઇટી વિભાગની નોટીસથી પડી છે. ઇન્કમટેક્સ વિભાગે બેન્કમાંથી મેળવેલા ડેટાના આધારે હવે નો‌િટસ ઇશ્યૂ કરવાની શરૂઆત કરી દીધી છે. શહેરના ૬૦૦૦થી વધુ લોકોને આઇટી વિભાગે નોટીસ ફટકારી છે.

નોટબંધી સમયે રૂ.૧૦થી ૧પ લાખની રકમ બેન્ક ખાતામાં જમા કરાવનારાઓને જે નો‌િટસ મળી છે તેમાં મોટા ભાગની મહિલાઓ અને નાના અને મધ્યમવર્ગના લોકો હોવાનું વિભાગનાં સૂત્રો દ્વારા જાણવા મળે છે. હજુ તબક્કાવાર વધુ ને વધુ લોકોને આઇટી વિભાગ સકંજામાં લેશે.

વિભાગનાં સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જેમને નો‌િટસ મોકલવામાં આવી છે તેમણે સાત દિવસમાં નો‌િટસનો જવાબ આપવાનો રહેશે. જો તેઓ જવાબ નહીં આપે તો કુલ જમા કરેલી રકમ ઉપર ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી સાથે ૧૩૭ ટકા રકમની વસૂૂલી કરવામાં આવશે.

નોટબંધી બાદ આઇટી વિભાગે બેન્કમાંથી મળવેલા ડેટાના આધારે સૌથી પહેલા રાઉન્ડમાં એક કરોડથી વધુ રકમ ડિપોઝીટ કરાવનારાને નિશાને લીધા હતા. ત્યારબાદ રૂ.પ૦ લાખથી વધુ રકમની જૂની નોટો બેન્કમાં જમા કરાવનારાઓને વિભાગે નોટિસ પાઠવી હતી. ગત માસે ર૦ લાખથી વધુની ડિપોઝીટ કરાવનારાને નો‌િટસ પાઠવવામાં આવી હતી.

શરૂઆતના રાઉન્ડમાં રૂ.૪૦૦ કરોડનો ટેક્સ ઉઘરાવાયો હતો તે સમયે પણ એક કરોડથી વધુ રકમ ડિપોઝીટ કરનારાઓ પ૦૦૦થી વધુ લોકોને નોટીસ ફટકારી જવાબ લેવાયા હતા. તબક્કાવાર આ રીતે કરદાતાઓનાં સ્ટેટમેન્ટ્સ લેવાતાં ગયાં છે. જે તે સમયે અધિકારીઓ દ્વારા નોટબંધીમાં ડિપોઝીટ કરનારાઓ પર કોઇ પગલાં લેવાયાં નહોતાં.

તમામને સ્ટેટમેન્ટ બોર્ડમાં મોકલી આપ્યાં હતાં. હવે રેન્ડમ સિલેક્શન કેસ સ્ક્રૂ‌િટની થશે. હાલમાં કરદાઓતાને નો‌િટસ અપાઇ રહી છે તેનો જવાબ તેમણે સાત દિવસમાં આપવો પડશે. ગુરુવારથી સ્પીડ પોસ્ટ દ્વારા વિભાગે નોટિસ ફટકારવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળે છે. નોટબંધીના કેસમાં તપાસની ખરી શરૂઆત સ્ક્રૂટિની એસેસમેન્ટથી થશે, જેમાં નોટિસની બજવણી સપ્ટેમ્બર-ર૦૧૮થી થશે. છેલ્લાે ઓર્ડર ડિસેમ્બર-ર૦૧૯ સુધી થશે.

જેમણે અગાઉ ક્યારેય રિટર્ન ભર્યું નથી તેમણે રિટર્ન ભરવું પડશે. તેઓ આવકનો સોર્સ જણાવશે તો ૩૦ ટકા અને નહીં જણાવે તો ૬૦ ટકા ટેક્સ ભરવો પડશે છતાં કરદાતા રિટર્ન નહીં ભરે તો જ્યારે કેસની તપાસ થશે ત્યારે ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી સાથે ૧૩૭ ટકા સુધીની રકમ ભરવી પડશે. નોટબંધી સમયે કુટુંબની મોટા ભાગની મહિલાઓ કે જેમનાં બેન્ક ખાતામાં મામૂલી રકમ હતી તેમણે અચાનક મોટી રકમ એકસાથે ખાતામાં ભરાવવાના કારણે તેમને મળેલી નોટીસ નો હવે જવાબ-ખુલાસો કરવો પડશે અને ટેક્સ પણ ભરવો પડશે.

You might also like