GTB હોસ્પિટલનાં ઇન્જેક્શનકાંડ મુદ્દે કેજરીવાલે સરકારને નોટિસ ફટકારી

નવી દિલ્હી : રાષ્ટ્રીય માનવાધિકાર પંચે રાજધાનીનાં ગુરૂ તેગ બહાદુર હોસ્પિટલમાં 20 રોગિઓની આંખોમાં કથિત રીતે ઇન્જેક્શન લગાવવાનાં કિસ્સામાં સંજ્ઞાન લેતા દિલ્હીનાં મુખ્યસચિવનો નોટિસ ફટકારી ચાર અઠવાડીયામાં રિપોર્ટ રજુ કરવા માટે જણાવ્યું છે. પંચે મીડિયા રિપોર્ટનાં હવાલાથી કહ્યું કે બે એપ્રીલે આ રોગીઓને કથિત રીતે દૂષિત ઇન્જેક્શન લગાવવામાં આવતા તેમની આંખોમાં ઝાંખપ આવી ગઇ અને પાણી આવી ગયું.

અસહનીય દર્દનાં કારણે આ રોગિઓને એમ્પ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. તેમાંથી આઠ રોગીઓની આંખોની સર્જરી કરવી પડી હતી. પંચે કહ્યું કે જો મીડિયામાં આવેલા રિપોર્ટ સાચા છે તો આ હોસ્પિટલ મેનેજમેન્ટ અને ડોક્ટરની ગંભીર ભુલનો કિસ્સો છે. જેમાં રોગીઓની આંખો સામે ખતરો પેદા થયો હતો. પંચે તેને જોતા મુખ્ય સચિવનો નોટિસ ઇશ્યુ કરી આ મુદ્દે વિસ્તૃત અહેવાલ માંગ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ રોગીઓનાં ઉપચાર હેઠળ એવિસ્ટિયનનાં ઇન્જેક્શન અપાયા હતા. એમ્સનાં આંખના ડોક્ટર અતુલ કુમારનાં અનુસાર દ્રષ્ટિદોષ દૂર કરવા માટે આ ઇન્જેક્શનનો ઉપયોગ થાય છે. જો કે લાગે છેકે આ ઇન્જેક્શન દૂષીત હતા. જેના કારણે રોગીઓને આ સમસ્યા પેદા થઇ હતી.

You might also like