શશિકલાનાં પતિએ કહ્યું રાજનીતિમાં રહેવું મારા પરિવાર માટે ખોટુ કેમ ?

ત્રિચી : જે. જયલલિતાનાં નિધન બાદ અન્નાદ્રમુક મહાસચિવ બનેલી વી.કે શશિકલાના પતિ એમ.નટરાજને કહ્યું કે જો તેમનો પરિવાર રાજનીતિમાં છે તો તેમાં કાંઇ ખોટુન થી. સોમવારે તન્જાવુરમાં તેમણે કહ્યું કે એમજી રામચંદ્રનનાં મોત બાદ પૂર્વમુખ્યમંત્રી જે.જયલલિતાની રક્ષા કરવામાં તેમનાં પરિવારની મહત્વપુર્ણ ભુમિકા રહી છે.નટરાજને કહ્યુ કે 30 વર્ષ સુધી જયલલિતાની સાથે મારી પત્નિ શશિકલા ઉભી રહી. જ્યારે તેમને એમજીઆરનુ શબ જોતા અટકાવાયા હતા ત્યારે તેમના અંતિમ સંસ્કારમાં અમે તેમને લઇને ગયા હતા.

જ્યારે એમજીઆરની અંતિમ શવયાત્રા દરમિયાન તેમને ગાડીમાંથી નીચે તરફ ધક્કો મારી દેવામાં આવ્યો હતો ત્યારે તેના સહારા માટે અમારા પરિવારનાં સભ્યો ઉભા હતા. જયલલિતાનાં મુખ્યમંત્રી બનવાની વિરુદ્ધ બ્રાહ્મણ હતા. અમે તેમને મુખ્યમંત્રી બનાવ્યા. તેથી જો રાજનીતિમાં મારો પરિવાર છે તો તેમાં કાંઇ ખોટુ નથી. નટરાજને કહ્યું કે હાલનાં મુખ્યમંત્રી બદલવાની જરૂર નથી. ઓ.પનીરસેલ્વમ ખુબ જ સારી રીતે સરકાર ચલાવી રહ્યા છે. હાલની સરકારનાં નેતૃત્વમાં સરકારનાં નેતૃત્વને બદલવાની કોઇ જરૂર નથી.

જો કોઇ પરિસ્થિતી એવી આવશે તો પાર્ટીનાં ધારાસભ્યો અને પાર્ટીકાર્યકર્તાઓ તેનો નિર્ણય લેશે. નટરાજને આરોપ લગાવ્યો કે તમિલનાડુમાં પાર્ટી તોડવા માટે ભાજપે કાવત્રું કર્યું. તેમણે મોદીની પ્રશંસા કરતા કહ્યું કે મોદી સારા વ્યક્ચિ છે અને અમે તેમનું સમર્થન કરીએ છીએ. જો કે તેમની આસપાસ રહેલા લોકો તેમને ગુમરાહ કરી રહ્યા છે.

You might also like