ડાયરામાં થયો ચલણી નોટોનો વરસાદ, લોકો ભૂલ્યા ચલણી નોટનું સન્માન

વાપી: ગુજરાતના ડાયરામાં રૂપિયાનો વરસાદ થવો તે નવી વાત નથી. ત્યારે વાપીના સલવાવમા યોજાયેલા એક ડાયરામાં લોકોએ મન મુકીને રૂપિયાનો વરસાદ કર્યો. કલાકાર માયાભાઇ આહિરનો કાર્યક્રમ હતો. સાથે અન્ય કેટલાક નામી કલાકારો પણ હાજર હતા. અને કલાકારોની રજૂઆત પર મસ્તીમાં આવેલા લોકોએ કલાકારો પર રૂપિયાનો વરસાદ કરી દીધો. લોકોએવા તે મસ્તીમાં આવી ગયા કે ચલણી નોટનું માન જાળવવાનું ચુકી ગયા. ડાયરામાં લોકોના પગ નીચે નોટ કચડાઇ રહી છે. જે ચલણી નોટનું સન્માન કરવું દરેક ભારતીયની ફરજ છે. પરંતુ અહીં મસ્તીમાં મર્યાદા ચુકાઇ છે.

આશ્વચર્યની વાત એ છે કે અહીં સંતો પણ ઉપસ્થિત છે. નામી કલાકારો પણ છે. જેમાંથી કોઇએ તસદી ન લીધી આ લોકોને મર્યાદાની ભાન કરાવવાની. અને બસ નોટ ઉડતી રહી, કચડાતી રહી. જો કે અહીં કોઇ મોટી નોટ નહીં પરંતુ રૂપિયા 10ની નોટ ઉડી હતી. આ કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજીત કરાયેલો હતો.

બે દિવસ પહેલા અહીં કીર્તિદાન ગઢવીએ પોતાની આગવી શૈલીથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ દરમિયાન લોકો ઉપરાંત સ્વામિનારાયણ સંતો પણ મંચ પર આવી ગયા હતા. અને કિર્તીદાન પર નોટોનો વરસાદ કરી દીધો હતો. જોકે અહીં લક્ષ્મીના પ્રતિક મનાતા એવા રૂપિયાનું અપમાન કરાયું. જો કે આ સમયે સંતો પણ હાજર હતા. ત્યારે આ પ્રકારની ઘટના ઘણી ચર્ચાસ્પદ બની છે.

visit: http://sambhaavnews.com/

You might also like