નોટબંધીની અસરથી ૨૦૧૭-૧૮ના બીજા ત્રિમાસિક સમયગાળા સુધી રહેશે

મુંબઈ: કેન્દ્ર સરકારે આઠમી તારીખની મધરાતથી રૂ.૫૦૦ અને એક હજારની ચલણી નોટ બંધ કરી છે. તમામ સેક્ટરના ઉદ્યોગો ઉપર તેની અસર જોવા મળી છે. દેશની ઈકોનોમી ઉપર પણ તેની નકારાત્મક અસર થશે. વૈશ્વિક અગ્રણી બ્રોકરેજ કંપની નોમુરાના જણાવ્યા પ્રમાણે આગામી નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક સમયગાળા સુધી નોટબંધીની અસર જોવાઈ શકે છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે અર્થવ્યવસ્થામાં રોકડની અછતના કારણે જીડીપીદરમાં ઘટાડો જોવાઈ શકે છે. વર્ષ ૨૦૧૬ના ચોથા ત્રિમાસિક સમયગાળામાં ૬.૫ ટકા રહેવાનું અનુમાન છે. આ અગાઉ ૭.૩ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું.

નાણાંની અછત દૂર થવાની સાથે દેશની અર્થવ્યવસ્થામાં તેની અસર જોવાશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આગામી વર્ષના જૂનથી તેની સકારાત્મક અસર જોવાશે, એટલું જ નહીં વ્યાજદરમાં ઘટાડો, બેન્કિંગ સેક્ટરમાં રોકડમાં નાણાકીય પ્રવાહિતામાં વૃદ્ધિ, ગ્રામ્ય વિસ્તારમાં માગ વધવાના કારણે તેની સકારાત્મક અસર જોવાશે.
visit : www.sambhaavnews.com

You might also like