નોટબંધી તથા નવી આવક પૂર્વે બટાકાના ભાવમાં જોરદાર કડાકો

અમદાવાદ: સ્થાનિક બજારમાં બટાકાના ભાવમાં કડાકો બોલાઇ ગયેલો જોવા મળ્યો છે. એક બાજુ બજારમાં કોલ્ડ સ્ટોરેજમાં મોટા પ્રમાણમાં આવક જોવા મળી રહી છે તો બીજી બાજુ અપેક્ષા મુજબની ખરીદી નથી. નવી સિઝનની આવક આવવાની તૈયારી છે ત્યારે બટાકાના જૂના સ્ટોકની ધૂમ આવક વચ્ચે ભાવમાં જોરદાર કડાકો બોલાઇ ગયેલો જોવા મળ્યો છે. એક મહિના પૂર્વે ૧૫થી ૧૮ રૂપિયે કિલોના ભાવે વેચાતાં સારી ક્વોલિટીના બટાકા હાલમાં ૮થી ૧૦ રૂપિયે પ્રતિકિલોના ભાવે વેચાઇ રહ્યા છે. જ્યારે બટાકાનો બી ગ્રેડનો માલ ૧૦થી ૧૨ રૂપિયે બે કિલોના ભાવે વેચાતો જોવા મળી રહ્યો છે.

સ્થાનિક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના જાણકારોના જણાવ્યા પ્રમાણે નોટબંધીના કારણે કોલ્ડ સ્ટોરેજના વેપારીઓ બજારમાં માલ ઠાલવી રહ્યા છે તથા જે મળે તે ભાવે રોકડી કરી રહ્યા છે તો બીજી બાજુ ઉત્તર પ્રદેશ તથા પંજાબમાંથી પણ બટાકાની મોટા પ્રમાણમાં આવક વચ્ચે ભાવમાં કડાકો જોવા મળ્યો છે.

સૌરાષ્ટ્રની વધતી આવક વચ્ચે ડુંગળીના ભાવ ઘટ્યા
માર્કેટ યાર્ડમાં પાછલા મહિને નોટબંધી બાદ આવક ઠપ થઇ ગઇ હતી, જોકે હવે સૌરાષ્ટ્રના મોટા ભાગના માર્કેટ યાર્ડમાં ખરીદ-વેચાણ કરતા એકસામટી મોટી આવક વચ્ચે ડુંગળીના ભાવ પણ ઘટી રહ્યા છે. એક મહિના પૂર્વે ૧૨ રૂપિયે વેચાતી ડુંગળી હાલ ૧૦ રૂપિયે વેચાઇ રહી છે.
http://sambhaavnews.com/

You might also like