નોટબંધીની અસરઃ બેન્કોનો લોન ગ્રોથ સાડા પાંચ દાયકાના તળિયે

મુંબઇ: પાછલા કેટલાય સમયથી દેશમાં મંદી જેવો જ માહોલ પ્રવર્તી રહેલો જોવા મળ્યો હતો. એવા સંજોગોમાં સરકારે નોટબંધીની જાહેરાત કરતાં વેપાર-ઉદ્યોગોને વધુ નકારાત્મક અસર જોવા મળી હતી. લોન ગ્રોથ સાડા પાંચ વર્ષના તળિયે પહોંચી ગયેલો જોવા મળ્યો છે. નોટબંધી બાદ ઘટતા કારોબાર વચ્ચે કોર્પોરેટ કંપનીઓ સહિત નાના અને મધ્યમ કદના એકમોના સંચાલકો લોન લેવાનું હાલ ઓછું પસંદ કરી રહ્યા છે. જેના પગલે બેન્કોનો લોન ગ્રોથ ૫૪ વર્ષના તળિયે પહોંચી ગયેલો જોવા મળી રહ્યો છે.

આરબીઆઈના ડેટા મુજબ ૯ ડિસેમ્બરે પૂરા થયેલા ૧૫ દિવસના સમયગાળામાં લોન ગ્રોથ છ ટકાથી ઘટીને નીચે ૫.૮ ટકા જોવા મળ્યો છે, જે ૧૯૬૨ બાદ સૌથી નીચી સપાટીએ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે આ સમયે બેન્કોનું રાષ્ટ્રીયકરણ પણ થયું નહોતું. તો બીજી બાજુ નોટબંધી બાદ બેન્કોની ડીપોઝિટમાં વધારો થયો છે અને બેન્કો પાસે ૧૩ લાખ કરોડથી પણ વધુ રૂપિયા જમા થઇ ચૂક્યા છે. બેન્કોને આ ડીપોઝિટો ઉપર વ્યાજ ખર્ચનું ભારણ પણ કમરતોડ આર્થિક ફટકા સમાન સાબિત થઇ શકે છે.

home

You might also like