નોટબંધીના કારણે વર્લ્ડ રેકોર્ડ થતાં થતાં રહી ગયો

મુંબઈઃ નોટબંધીના પ્રત્યાઘાત તો ઘણા પડ્યા છે. દરેક વ્યક્તિની પોતાની અલગ કહાણી છે. ઘાટકોપરમાં રહેતા અપૂર્વ દવેને જોકે નોટબંધીના કારણે સૌથી મોટો ઝટકો લાગ્યો છે. દેશના હિત માટે જરૂરી પગલાં ભરવા તેઅોની ૧૦૦ ટકા સહમતિ છે, પરંતુ અા અેક નિર્ણયથી તેમની ૨૯ વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. તેમને એ વાતનું દુઃખ થઈ રહ્યું છે. અપૂર્વ દવે છેલ્લાં ૨૯ વર્ષથી ૭૮૬ નંબરની ચલણી નોટો કલેક્ટ કરી રહ્યા હતા. અા એક જ નંબરની એક રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયાની નોટ મળીને લગભગ ૫,૮૯,૦૦૦ રૂપિયા થાય છે. અાટલી મોટી રકમની એક જ નંબરની નોટ હોવા બદલ ગિ‌નિસ બુક અોફ વર્લ્ડ રેકોર્ડમાં તેમની નામ નોંધાવવાની તૈયારીઅો થઈ રહી હતી.

વર્લ્ડ રેકોર્ડ અોથોરિટીઅે માર્ચ મહિના સુધી જો અાવી કોઈ બીજી કોઈ વ્યક્તિ વિશ્વમાં ન મળે તો તેમનું નામ નોંધવાની તૈયારી પણ દર્શાવી હતી. ૨૯ વર્ષની તેમની મહેનત રંગ લાવે તે પહેલાં જ નોટો બંધ થવાની જાહેરાત થઈ. અપૂર્વ દવે પાસે ૪,૧૫,૦૦૦ રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટના છે. અા નોટો નકામી થવાના કારણે તેમનું અા કલેક્શન નકામું બન્યું છે અને લિમ્કા બુક અોફ રેકોર્ડ તેમજ ગિ‌નિસ બુક અોફ વર્લ્ડ રેકોર્ડમાં જવાનું તેમનું સ્વપ્ન પણ પડી ભાંગ્યું છે. અા સંદર્ભે તેમને ફેક્સ, ઇ-મેઇલ અને ટપાલ એમ ત્રણેય માધ્યમ દ્વારા પીએમના ત્રણ સરનામાએ પત્ર પહોંચતો કર્યો છે.

અપૂર્વ દવેની ઇચ્છા છે કે ૫૦૦ અને ૧૦૦૦ની જે ચલણી નોટો નકામી થઈ ગઈ છે તે પીએમ નરેન્દ્ર મોદી બેન્કમાં જમા કરાવે. અપૂર્વ દવે કહે છે કે જો મારી નોટો પીએમ પોતાના હાથે જમા કરાવશે તો મને મોટો એવોર્ડ મળ્યો હોય તેવું લાગશે. પીએમઅોમાં અને પીએના નિવાસસ્થાને મોકલેલા મારા પત્રને હકારાત્મક પ્રતિભા મળ્યો છે. ૨૪ તારીખ સુધી પીએમ સતત વ્યસ્ત છે. અે પછી પણ પીએમ મને મળશે તો હું મારી જાતને ખુશનસીબ સમજીશ.

home

You might also like