કર્ણાટકમાં ભાજપને સ્પષ્ટ બહુમતિથી દૂર રાખવા આ કારણ બન્યું મોટુ અવરોધ

કર્ણાટક ચૂંટણીમાં ભાજપને બહુમતિ ન મળવા માટે નોટા એટલે કે ‘નન ઓફ ધ અબવ’ મુખ્ય વિરોધી સાબિત થયું છે. કર્ણાટક ચૂંટણીમાં 6 થી વધારે બેઠક એવી હતી જેમાં હારનું અંતર નોટમાં પડેલા મતથી પણ ઓછા હતા. એમાં પણ ખાસ વાત એ રહી કે નોટાના કારણે ભાજપ આ બેઠકો પર બીજા નંબરે રહી.

સૂત્રોને મળતી જાણકારી મુજબ કર્ણાટકમાં ભાજપની બહુમતિનું સમીકરણ નોટાના કારણે બગડયું છે. કર્ણાટકમાં 0.9 ટકા (3,22,829) મતદારોએ નોટાના બટનનો ઉપયોગ કર્યો હતો એટલે કે કોઇપણ પક્ષના ઉમેદવારને મત આપ્યો નહોતો. દક્ષિણ બેંગલુરૂ બેઠક પર નોટા પર 15,829 સૌથી વધ મત પડ્યા.

તો બીજી 28 બેઠકો પર 2000થી વધારે નોટાનો ઉપયોગ કરવામાં આવ્યો. જેમાં સૌથી વધારે બેઠકો શહેરી વિસ્તારની હતી. આલંદ, બાદામી, ગડગ, હિરેકરૂર, કુંડગોલ, મસ્કી, પાવાગડા અને દેવાર હિપ્પર્ગી બેઠખી એવી રહી જ્યાં ભાજપના જીત થઇ શકતી હતી.

પરંતુ નોટાને વધારે મત મળવાના કારણે આ બેઠકો ભાજપના હાથમાંથી કોંગ્રેસ અથવા જેડીએસ પાસે પહોંચી ગઇ. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને બાદામી બેઠક પર નોટાના કારણે જીત મળી. બાદામી બેઠક પર સિદ્ધારમૈયાને 67599 મત મળ્યા જ્યારે ભાજપના શ્રીરામુલુને 65903 મત મળ્યા.

જેમાં 1696 મતથી સિદ્ધારમૈયાને જીત મળી, જેમાં નોટામાં 2007 મત પડ્યા હતા. આમ રાજ્યની આ મુખ્યશહેરોમાં કોંગ્રેસ-જેડીએસની જીત માટે નોટા ઘણા અંશે મદદ કરી.

You might also like