ઇંડા ખાવ છો? જાણી લો તમારા ભાગમાં કેટલા ઇંડા હવે વધ્યા છે?

તમે દરરોજ ઇંડા ખાવ છો, એવું વિચાર્યા વગર કે ખાવા માટે કેટલા ઇંડા વધ્યા છે? તમને જાણીને આશ્વર્ય થશે કે ભારતમાં દર વર્ષના હિસાબ પ્રમાણે પ્રતિ વ્યક્તિ ફક્ત 63 ઇંડા જ ઉપલબ્ધ છે. જ્યારે આ આંકડાને પ્રતિ વ્યક્તિના આધાર પર 180 પ્રતિ વર્ષ હોવા જોઇએ.

ભારતમાં ઇંડાનું પ્રતિ વ્યક્તિ ઉત્પાદન વૈશ્વિક સ્તર પર ઓછું છે. કૃષિ મંત્રી રાધા મોહન સિંહે ઇંડાનું ઘરેલૂ ઉત્પાદન વધારવા પર જોર આપ્યું છે. તેમનું કહેવું છે કે ન્યૂટ્રિશિનલ સુરક્ષા મેળવવા માટે આપણે હાલના ઉત્પાદન કરતાં ત્રણ ગણું ઉત્પાદન વધારવું પડશે.

ઇંડાના ઉત્પાદનમાં દુનિયામાં ભારતનો નંબર ત્રીજો છે. હાલના સમયમાં દેશમાં ઇઁડાનું ઉત્પાદન 8300 કરોડ છે. રાષ્ટ્રીય પોષણ સંસ્થાન પ્રમાણે ઇંડાની પ્રતિ વ્યક્તિ ઉપલબ્ધતા પ્રતિ વર્ષના હિસાબથી 63 છે, જે 180 હોવી જોઇએ. કૃષિ મંત્રીએ કહ્યું કે આ આંકડાને મેળવવા માટે આપણે ઉત્પાદન વધારવું પડશે. 2014 15માં ભારતમાં ઇંડાનું ઉત્પાદન 7478 કરોડ રહ્યું.

તેમણે કહ્યું કે, ‘ઉત્પાદન વધારવામાં સરકાર અને ઇન્ડસ્ટ્રીને મળીને કામ કરવું પડશે. ઉત્પાદન ત્યારે જ વધશે, જ્યારે આમા રહેલા લોકોને સારો બાવ મળશે.’

You might also like