શતાબ્દીનું પનીર આરોગવા લાયક નથી, એપી એક્સપ્રેસમાં મરચાંમાંથી નીકળી કાંકરી

દેશની પ્રથમ વર્ગની ટ્રેનોમાં સામેલ કરવામાં આવેલી ભોજનની સુવિધામાં કેટલીક ખામીઓ જોવા મળી છે. જેમાં વિશેષ ટ્રેનમાં સામેલ કરાયેલી નવી દિલ્હી-હબીબગંજ શતાબ્દી એકસપ્રેસનાં યાત્રિકોનાં ભોજનમાં જે પનીરનું શાક પીરસવામાં આવે છે. તે આરોગવાલાયક ન હોવાનું જાણવા મળ્યું છે. આ વાતનો પર્દાફાશ ઉત્તર મધ્ય રેલવેના ઝોનલ મુખ્યાલય દ્વારા જારી કરવામાં આવેલા ખાદ્યપદાર્થોનાં નમૂનાનાં અહેવાલ પરથી થયો છે.

શતાબ્દી એકસપ્રેસનાં બેસ કિચનમાથી જે પનીર પીરસવામાં આવે છે તેના નમૂના લેવામાં આવ્યાં હતાં. જે તપાસમાં ફેઈલ ગયા છે. શતાબ્દી એકસપ્રેસ ઉપરાંત અન્ય ત્રણ ટ્રેનમાંથી અલગ અલગ ખાદ્યપદાર્થોની નમૂના લેવામાં આવ્યાં હતાં અને તેના પણ ચોંકાવનારા અહેવાલ આવ્યા હતાં. જેમાં એપી એકસપ્રેસમાં જે મરચાંની ભૂકીમાંથી ઝીણી કાંકરી મળી આવી હતી. તો વળી કેરલ એકસપ્રેસનાં બેસનમાં સડેલી દાળનો લોટ મળી આવ્યો હતો. શતાબ્દી એકસપ્રેસના બેસ કિચન ઉપર ઉત્તર મધ્ય રેલવેના મુખ્ય કોમર્શિયલ મેનેજરે જ નમૂના લેવડાવ્યા હતા.

શતાબ્દી એકસપ્રેસનું રસોડું ગ્વાલિયરના તાનસેન નગરમાં આવેલું છે. અને આ ટ્રેન માટે ત્યાં જ ભોજન બનાવવામા આવે છે. ભોજન ગ્વાલિયરના તાનસેન નગર ખાતેથી ચઢાવવામાં આવે છે. તાજેતરમાં જ્યારે રસોડામાં રહેલા ધાણા-જીરું,પનીરના નમૂના લેવામા આવ્યા હતા. જેની તપાસ અલ્હાબાદની સેન્ટ્રલ હોસ્પિટલની ફૂડ લેબોરેટરીમાં કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં જ રેલવેનાં એક વરિષ્ઠ મંડલ ચિકિત્સા અધિકારીએ અહેવાલ બહાર પાડી સૂચના આપી હતી ત્યારે હવે આ અંગેનો અહેવાલ રેલવે બોર્ડ અને આઈઆરસીટીસીને પણ મોકલવામાં આવશે, અને ત્યારબાદ આ બેસ કિચનના સંચાલકો સામે પગલાં લેવામાં આવશે. આ રીતે લગભગ ત્રણ એટલે કે એપી એકસપ્રેસ, પુરુષોત્તમ અને કેરલા એકસપ્રેસમાં ખાણી પીણીની ચીજોમાં રહી ગયેલી ખામીઓ બહાર આવતા આ અંગે હવે આગળ શું થાય છે તે જોવાનું રહ્યું.

You might also like